September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકનો રોડ વરસાદમાં ચન્‍દ્રલોકની ધરતી જેવો બની ગયો

માત્ર થોડા સમય પહેલાં બનાવેલ રોડ ઉપર બેસુમાર ખાડા : વાહન ચાલકો ખાડામાં રોડ શોધી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપીમાં ચોમાસાની હજુ શરૂઆત માત્ર છે. ત્‍યાં શહેરના રસ્‍તાઓ ઉપર ખાડાઓ ભરમાળ છવાઈ ગઈ છે. કેટલાક વિસ્‍તારના રોડ તો ચન્‍દ્રલોકની ધરતી જેવા બની ગયા હતા.
વાપી શહેરના ગોલ્‍ડ કોઈન સર્કલથી ઝંડાચોકના રોડોએ ચોમાસામાં જવાબ આપી દીધો છે. ચલા-દમણ તરફ અવર જવર કરવા માટેનો એક માત્ર રોડની વરસાદે ભરપેટે ખાનાખરાબી સર્જી દીધી છે. રોડ ઉપર પડેલા અસંખ્‍ય ખાડાઓમાં વાહન ચાલકો રોડને શોધી રહ્યા છે. બીજી તરફ રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરીના પિલ્લરના ખાડા પણ રોડ સમાંતર ઉભા છે તેની આસપાસ પણ ખાડાઓપડી ચૂક્‍યા છે. વાપીવાસીઓ હજુ તો ચોમાસાનો પ્રારંભ માત્ર પ્રારંભ થયો છે. ત્‍યાં રોડોની સ્‍થિતિ બેહાલ થઈ ચૂકી છે. જો કે શહેરના અન્‍ય રોડ પણ બેહાલ થઈ ચૂક્‍યા છે. નગરપાલિકાની પ્રિમોન્‍સુન કામગીરી હોય કે રોડ બનાવવાની કામગીરી હોય પાલિકાની શિથિલતા અને તકલાદી કામગીરીનો ઉત્તમ નમુનો ઝંડાચોકથી ગોલ્‍ડ કોઈન સર્કલનો રોડ બની ચૂક્‍યો છે.

Related posts

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah

દાનહમાં ખેલો ઈન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઑફ એક્‍સેલન્‍સની ટ્રાયલ સિલેક્‍શન પ્રકિયાનું સમાપન

vartmanpravah

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

vartmanpravah

ઉમરગામ મામલતદાર એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા રાત્રિ દરમ્‍યાન પણ ઘન કચરો એકત્રિતકરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment