અમદાવાદની મોર્ડન પાવર સર્વિસ નામની ફર્મ 18 મહિનાની અંદર દમણ જિલ્લામાં ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ લગાવવાનું કાર્ય પૂર્ણ કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.31
સંઘપ્રદેશના જાહેર બાંધકામ વિભાગ(પીડબલ્યુડી) દ્વારા દમણ જિલ્લાને ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટથી શણગારવાનું આયોજન હાથ ધરાયું છે અને અગામી દોઢ વર્ષ સુધીના સમયગાળા દરમિયાન દમણ જિલ્લાની દરેક સ્ટ્રીટો ડેકોરેટીવ લાઇટથી સુશોભિત બની જશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણના જાહેર બાંધકામ વિભાગ દ્વારા અમદાવાદ, સોલાની મોર્ડન પાવર સર્વિસ નામની ફર્મને દમણ જિલ્લામાં ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટ લગાવવા માટે રૂા. 27 કરોડ 52 લાખ 96 હજાર 627માં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જે અંદાજીત રકમ કરતા 23.92 ટકા વધુ હોવાનું જાણવા મળે છે.
દમણ જિલ્લાને ડેકોરેટીવ સ્ટ્રીટ લાઈટથી સજ્જ કરવા માટેનો સમયગાળો 18 મહિના નિર્ધારીત કરવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશપ્રશાસન ગુણવત્તા અને સમયસીમાની સાથે કોઈ બાંધછોડ કરતું નથી. તેથી હવે અગામી દોઢ વર્ષની અંદર દમણ જિલ્લાની સ્ટ્રીટ લાઈટો ડેકોરેટીવ બની ઝળહળી ઉઠશે ત્યારે દમણની રોનક ઓર વધુ તેજ બનશે.