July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: 7મી જુલાઈ 2024 અષાઢી બીજ એટલે જગન્નાથ યાત્રાનો દિવસ લોકસભાની ચૂંટણી બાદ પ્રથમ સત્રના આરંભે જ લોકસભામાં વિરોધ પક્ષનાનેતા રાહુલ ગાંધીના નિવેદન બાદ અમદાવાદ ખાતે થયેલા છમકલાને લઈ આગામી સાતમી જુલાઈ 2024 ના રોજ આવી રહેલ અષાઢી બીજના દિવસે જગન્નાથ યાત્રાને લઈ કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને જેને લઇ પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઇ જી.આર. ગઢવીની સૂચના મુજબ ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈની અધ્‍યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું પારડી પોલીસ સ્‍ટેશન ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.
જોકે પારડી ખાતે જગન્નાથ યાત્રાની પરવાનગી પારડી પોલીસ દ્વારા આપવામાં આવતી નથી અને પારડીમાં જગન્નાથ યાત્રાનું આયોજન થતું નથી આમ છતાં મોટા મેટ્રો અમદાવાદ જેવા શહેરોમાં આ જગન્નાથ યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય ત્‍યાં બનેલ કોઈ અનિચ્‍છનીય બનાવના પડઘા અહીં ન પડે અને અહીં કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને અને કોમી એકતા ન ડહોળાઈ જેને લઈ પારડી પોલીસ દ્વારા સાવચેતીના પગલાના ભાગ રૂપે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઈન્‍ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ, પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ જી.આર. ગઢવી, વીએચપીના અમિત પટેલ, રાજન ભટ્ટ, જીતુ ઓઝા, પ્રેમલસિંહ ચૌહાણ, મુસ્‍લિમ બિરાદરોમાં અનવરભાઈ એ. મનીયાર, આઈ. એમ. સૈયદ, સલીમ ગુલામ અલી ખલીફા, શબ્‍બીર અહમદ કુરેશી સહિતનગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાસ્‍મોના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવની 40 મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી પ્રદેશ મહિલા મોર્ચા દ્વારા સન્‍માનિત કરાઈ

vartmanpravah

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભાવ વધારો ખેડૂતોને પરંપરાગત ખેતી તરફ લઈ જાય તો નવાઈ નહીં

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની શાળાઓમાં વોટર ટ્રેપ ફિલ્‍ટર લગાવાયા

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્‍ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્‍વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી

vartmanpravah

Leave a Comment