September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ વાપી ખાતે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડેની ઉજવણી

 

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: ચણોદ સ્‍થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ ખાતે 1લી જુલાઈ 2024 નાં રોજ 100 થી વધુ વિદ્યાર્થીઓની હાજરીમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ ડેની ઉજવણી કરી હતી. ઈવેન્‍ટનોમુખ્‍ય ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓને તેમના ઉચ્‍ચ અભ્‍યાસના ભાગરૂપે ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટની ડિગ્રી મેળવવા માટે પ્રેરિત કરવાનો અને સીએ વ્‍યવસાય વિશે જાગૃતી લાવવાનો હતો. ઈવેન્‍ટમાં આદરણીય મુખ્‍ય વક્‍તાઓ જેમાં સી.એ. છાયા કોઠારી, સી.એ. હેતલ ભાનુશાલી, સી.એ. નાઝીમ પંજવાણી, સી.એ. અમિત ગોયલ, સી.એ. પાયલ તિવારી હાજર રહ્યા હતા. દરેક વક્‍તાએ આજના ગતિશીલ આર્થિક વાતાવરણમાં સીએ વ્‍યવસાયના મહત્‍વ પર ભાર મૂકતા તેમની મૂલ્‍યવાન આંતરદૃષ્ટિ અને અનુભવો શેર કર્યા હતા. તેઓએ સખત તાલીમ, સમર્પણ અને ચાર્ટર્ડ એકાઉન્‍ટમાટે ઉપલબ્‍ધ અસંખ્‍ય તકોની ચર્ચા કરી, જેનો ઉદ્દેશ્‍ય વિદ્યાર્થીઓને કારકિર્દીના આ પ્રતિષ્ઠિત માર્ગને ધ્‍યાનમાં લેવા પ્રેરણા આપવાનો હતો. વિદ્યાર્થીઓએ સક્રિયપણે વક્‍તાઓ સાથે જોડાઈને સીએ વ્‍યવસાયની ભૂમિકાઓ અને જવાબદારીઓની ઊંડી સમજ મેળવી હતી. આ ઈવેન્‍ટ સફળતાપૂર્વક દર્શાવે છે કે કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ તેના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્‍ત શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન આપવા માટે પ્રતિબદ્ધ છે. આમ સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કૉલેજનાં આચાર્ય ડૉ.પૂનમ બી. ચૌહાણએ કૉલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર સીએમએ જીજ્ઞેશ પારેખનો વિદ્યાર્થીઓનાં હિત માટે આ કાર્યક્રમના આયોજન માટે આભાર વ્‍યક્‍તકર્યો હતો અને વિદ્યાર્થીઓને ભવિષ્‍યમાં ઉચ્‍ચ અભ્‍યાસ માટે સીએ કોર્સની પસંદગી કરે એવી આશા સાથે શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

લાંચમાં એસીબીની ટ્રેપમાં ઝડપાયેલા વલસાડના મહિલા પી.એસ.આઈ. યેશા પટેલની રેગ્‍યુલર જામીન અરજી નામંજુર

vartmanpravah

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

vartmanpravah

સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં ડેન્‍ટલ વિભાગના સર્જનોને મળી મોટી સફળતા

vartmanpravah

Leave a Comment