October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરા કોલોની સ્‍કૂલમાં ધારાસભ્‍ય રમણલાલ પાટકરની ઉપસ્‍થિતીમાં વૃક્ષારોપણ કરાયું

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આજરોજ તા.03 જુલાઈ 2024 એ ધારાસભ્‍ય રમણભાઈ પાટકરજીએ ડુંગરા કોલોનીમાં જિલ્લા પંચાયત સંચાલિત સ્‍કૂલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ સ્‍કૂલમાં મધ્‍યાહન ભોજનમાં બાળકોને ભોજન બરાબર અપાય છે કે કેમ તે બાબતે પણ બાળકો અને શિક્ષકગણ સાથે વાર્તાલાપ કરી માહિતી મેળવી હતી. મળેલ માહિતી પ્રમાણે ધારાસભ્‍યએ સંતોષ વ્‍યક્‍ત કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્‍ય સાથે જિલ્લા પંચાયતના સભ્‍ય દિપકભાઈ મિષાી, વાપી ન.પા.નાં વોર્ડ નં.5નાં સભ્‍ય નયનાબેન કે. પટેલ, ભાજપ આર્થિક સેલનાં જિલ્લા સંયોજક મહેશભાઈ ભટ્ટ, વાપી તાલુકા ભાજપ પ્રભારી અને પૂર્વ વાપી ન.પા.નાં પ્રમુખ પરેશભાઈ દેસાઈ, પૂર્વ વાપી ન.પા.નાં પ્રમુખ રુદ્રનારાયણ સિંહ, ડુંગરા ગામનાં ભાજપનાં અગ્રણીઓ દિપકભાઈ પટેલ, કાન્‍તિભાઈ પટેલ અને મુન્નાભાઈ પટેલ વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડાની હુડા પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર નીકળી

vartmanpravah

દાનહ અને દમણ-દીવ- શાળાઓમાં બાળકોમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા 100 દિવસ વાંચન અભિયાન વર્ગ વ્‍યવસ્‍થા ગોઠવણીનું આયોજન કરાયું

vartmanpravah

વાપીની બાયર કંપની ખાતે એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં જિલ્લામાં જિલ્‍લા કલેકટરશ્રી દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇઃ ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં રાજકીય ભૂકંપ: વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અધ્‍યક્ષ નિર્મળાબેન જાદવનું રાજીનામું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્‍તો બન્‍યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્‍ધનો જીવ ક્ષણોમાં બચ્‍યો

vartmanpravah

Leave a Comment