April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.27: વાપી તાલુકા કક્ષાના યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ કુલ 13 કળતિઓમાં વિજેતા ક્રમ મેળવતા તાલુકા યુવા ઉત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ડંકો વાગ્‍યોછે.

યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિ વર્તુળ ગાંધીનગર પ્રેરિત તથા વલસાડ જિલ્લા રમત ગમત અધિકારી કચેરી આયોજિત વાપી તાલુકા કક્ષાના યુવા મહોત્‍સવ 2023-24 વાપીની સેન્‍ટ ફ્રાન્‍સિસ હાઈસ્‍કૂલ ખાતે યોજાયો હતો. આ યુવા મહોત્‍સવમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રીમતી બીએનબી સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ગુજરાતી તથા અંગ્રેજી માધ્‍યમ, શ્રી સ્‍વામિનારાયણ સીબીએસસી સ્‍કૂલ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને કુલ 13 કળતિઓમાં વિજેતા ક્રમ મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી હતી જેમાં વકળત્‍વ સ્‍પર્ધા અ વિભાગમાં પ્રથમ ક્રમે તૃપ્તિ સંજયકુમાર પાંડે, બીજા ક્રમે અર્ચિત સુરેશ જાગરે, ત્રીજા ક્રમે ભુપેન્‍દ્ર મહેન્‍દ્ર ગોસ્‍વામી. વકળત્‍વ સ્‍પર્ધા બ વિભાગમાં પ્રથમ ક્રમે જીનલ ભાવેશ વણઝારા વિજેતા બન્‍યા હતા. સર્જનાત્‍મક કારીગીરી ખુલ્લો વિભાગમાં ઓમ દિવ્‍યેશભાઈ પટેલ પ્રથમ ક્રમે તથા પલ મેહુલભાઈ પટેલ બીજા ક્રમે વિજેતા બન્‍યા હતા. ચિત્રકલા બ વિભાગમાં આશિષકુમાર પ્રજાપતિ પ્રથમ ક્રમે અને હેમા એસ પાલ ત્રીજા ક્રમે વિજેતા બન્‍યા હતા. સમુહગીત ખુલ્લો વિભાગ બીજા ક્રમે શ્રી સ્‍વામિનારાયણ હાયર સેકન્‍ડરી ગ્રુપ નંબર 1 તથા ત્રીજા ક્રમે શ્રી સ્‍વામિનારાયણ હાયર સેકન્‍ડરી ગ્રુપ નંબર 2 વિજેતા બન્‍યા હતા. કાવ્‍ય લેખન સ્‍પર્ધા બ માંપ્રથમ ક્રમે આશિષકુમાર પ્રજાપતિ વિજેતા બન્‍યા હતા. જ્‍યારે હળવું કંઠય સંગીતમાં અ વિભાગમાં બીજા ક્રમે સાંઈ શુભમ બિસ્‍વાલ તથા બ વિભાગમાં બીજા ક્રમે ઊર્મિબેન ઈશ્વરભાઈ રોહિત વિજેતા બન્‍યા હતા. સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય કપિલ સ્‍વામીજી સંચાલક મંડળના સભ્‍યો પૂજ્‍ય રામ સ્‍વામી, શ્રી બાબુભાઈ સોડવડીયા, શ્રીમતી જયશ્રીબેન સોડવડીયા, શ્રી હરેશભાઈ બોઘાણી, શ્રીમતી દયાબેન બોઘાણી, શ્રી મનસુખભાઈ ગોંડલીયા, શ્રીમતી યોગીનીબેન ગોંડલીયા, કેમ્‍પસ એડમીન ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય તથા એકેડેમી ડાયરેક્‍ટર ડોક્‍ટર શૈલેષ લુહાર, આચાર્યગણ ડોક્‍ટર સચિન નારખેડે, શ્રીમતી મિનલબેન દેસાઈ, શ્રીમતી રીનાબેન દેસાઈ, શ્રી ચંદ્રવદન પટેલ તથા તમામ શૈક્ષણિક સ્‍ટાફે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

માર્ગ અને મકાન વિભાગના લશ્કરોની જાંબાઝ કામગીરી – માત્ર ૨૪ કલાકમાં નવસારી તાલુકાનો ઉન – ખડસુપા રોડ થયો કાર્યરત

vartmanpravah

વાપી સરગમ આર્ટ એકેડમી સ્‍ટુડન્‍ટના ચિત્રોનું ગોવામાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

vartmanpravah

અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્‍ટના સૌજન્‍યથી ‘નશા મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત દીવ જિલ્લા પ્રશાસન દ્વારા ‘કાલી રાણી’ નાટકની કરાયેલી પ્રસ્‍તૂતિ

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment