July 25, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

વાપી ઝેડ.આર.યુ.સી.સી. મેમ્‍બર, જલગાંવ સાંસદ ડી.આર.યુ.સી. મેમ્‍બર તથા વી.આઈ.એ. દ્વારા રેલવે મંત્રીની રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી સહિત સેલવાસ-દમણના મુસાફરો માટે ઉપયોગી નિવડે તે માટે રેલવે મંત્રીને વાપીને ખાનવેલ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે ઉચ્‍ચ રજૂઆત કરવામાં આવી છે.
વાપી-મહારાષ્‍ટ્રને જોડતી ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી રેલવે સ્‍ટેશને સ્‍ટોપેજ મળે તે માટે ઉચ્‍ચ રજૂઆતો રેલવે મંત્રીને કરાઈ છે. સેલવાસ, દમણ, વાપીના મુસાફરો માટે અતિ ઉપયોગી બને તેવી ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળે તે માટેવાપીના ઝેડ.આર.યુ.સી.સી. મેમ્‍બર જોય કોઠારી, જલગાંવ સાંસદ ઉમેશ પાટીલ, ડી.આર.યુ.સી. મેમ્‍બર પ્રતિક જૈન તથા વી.આઈ.એ. દ્વારા રેલવે મંત્રાલયમાં રેલવે મંત્રીને લેખિત માંગણી કરી છે તેથી ઉલ્લેકનીય છે કે, અગાઉ પણ વંદે ભારત સુપર ફાસ્‍ટ સહિત અન્‍ય ટ્રેનોના વાપી સ્‍ટોપેજ માટે સમયાંતરે રજૂઆતો થતી રહી હતી તે ઉપલક્ષમાં વાપીને સ્‍ટોપેજ મળ્‍યા છે તેથી નજીકના સમયમાં ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું વાપીને સ્‍ટોપેજ મળે તેવી પ્રબળ માંગણી થઈ હોવાથી આગામી સમયે સ્‍ટોપેજ મળશે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

Related posts

વલસાડની ૫ વર્ષીય બાળકી ઇન્ડિયાઝ ટોપ મોડેલ સીઝન -૩માં ૨ રનર્સ અપ

vartmanpravah

દ્રૌપદી મુર્મુને દેશના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાના નિર્ણયને દમણ જિ.પં. દ્વારા આવકારવામાં આવ્યો

vartmanpravah

દાનહ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે હાથ ધરેલી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

વલસાડ સાયન્‍સ કોલેજ પાસેથી 14 થી 20 વર્ષની યુવતિના માનવ કંકાલના અવશેષો મળી આવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

Leave a Comment