Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ સેલવાસ દ્વારા સામરવરણી પંચાયત હોલ ખાતે શ્રી સંત સેના મહારાજ પુણ્‍યતિથિ પર સ્‍નેહમિલન અને મહારાજના ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’નું આયોજન કરવામા આવ્‍યુ હતું.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્‍ય કરીને કરવામાં આવ્‍યો હતો. બાદમાં સત્‍યનારાયણ કથા અને ભજન મંડળનો કાર્યક્રમ, શ્રી સંત સેના મહારાજની પ્રતિમા પૂજન અને આરતી કરવામાં આવી હતી. ત્‍યારબાદ સ્‍નેહમિલન કાર્યક્રમ દરમ્‍યાન કમિટી પ્રમુખ અને ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. આ અવસરે શ્રી સંતસેના મહારાજ મરાઠી નાભિક કમિટીના અધ્‍યક્ષ શ્રી દિલીપ પવાર, ઉપાધ્‍યક્ષ શ્રી રાજુ ક્ષીરસાગર, પૂર્વ અધ્‍યક્ષ શ્રી નિતિન સોનગડે, ખજાનચી શ્રી પ્રવીણ અહીર, સેક્રેટરી શ્રી ગણેશ ગંગે સહિત સમાજના પુરૂષ અને મહિલા સભ્‍યો તેમજ બાળકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશે

vartmanpravah

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરાની ગ્રોવર એન્‍ડ વીલ ઈન્‍ડિયા લિ. કંપનીમાં નેત્ર ચિકિત્‍સા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment