June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં ઘરનો દરવાજો લોક થઈ જતા અંદર પુરાઈ ગયેલ વૃધ્‍ધને ફાયરબ્રિગેડએ ટેરેસ ઉપર ચઢી બહાર કાઢયા

85 વર્ષિય રમેશભાઈ વશી દ.ગુ. યુનિવર્સિટીમાં લાઈબ્રેરીયન તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડના વલસાડ પારડી વિસ્‍તારમાં રહેતા એક વૃધ્‍ધ પોતાના ઘરનો મુખ્‍ય દરવાજો લોક થઈ જતા ઘરમાં પુરાઈ ગયા હતા. તેથી પડોશીઓને જાણ થતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્‍થળે પહોંચી ટેરેશ ઉપર ચઢી ઘરમાં ઉતરીને દરવાજો ખોલી વૃધ્‍ધને બહાર કાઢયા હતા.
વલસાડ પારડી વિસ્‍તારમાં રહેતા 85 વર્ષિય રમેશભાઈ મણીભાઈ વશી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લાઈબ્રેરીયન તરીકે ફરજ બજાવતા હતા અને નિવૃત્ત થયા હતા. બાદ એકાંકી જીવન જીવતા હતા. આજે નાદુરસ્‍ત હાલતમાં ઘરમાં એકલા હતા તે દરમિયાન ઘરનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. જે પ્રયત્‍નો બાદ પણ નહિ ખુલતા તેમણે પડોશીઓને જાણ કરી હતી. પડોશીઓએ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે આવી ગયેલ મોટી સીડીઓ લઈ આવેલ ફાયર બ્રિગેડના સ્‍ટાફ ટેરેસ ઉપર ચઢી ઘરમાં પ્રવેશી નાદુરસ્‍ત વૃધ્‍ધને બહાર કાઢયા હતા. બાદમાં પરિવારજનોએ તેમને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડયા હતા. ક્‍યારેક આવી અકલ્‍પનિય સ્‍થિતિ પણ ઉદભવતી હોય છે.

Related posts

પોલીસ બંદોબસ્‍ત સાથે વિસ્‍તરણ અધિકારીની ઉપસ્‍થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્‍યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપો

vartmanpravah

ચીખલી તાલુકામાં ફાયર સેફટી અને મંજૂરી વિના જાહેર માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલો

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીમાં નિર્માણ થયેલા ગેરકાયદેસર વાણિજ્‍ય બાંધકામો સામે આવનારી આફત

vartmanpravah

વલસાડ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે ઠેર ઠેર સર્જી તારાજી

vartmanpravah

‘એક નયી પહેલ આપકે સાથ’ સંસ્‍થા દ્વારા પ્રદેશમાં ચાર વર્ષમા 2050 વૃક્ષોના છોડોનું કરેલું વાવેતર

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

Leave a Comment