April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધ્‍વજને આડા-અવળા ના ફેંકતા નોટીફાઈડ વાપી કલેકશન સેન્‍ટરને પહોંચાડવાની જાહેર અપીલ

સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તિરંગા સ્‍વીકૃતિ સેન્‍ટર કાર્યવિંત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
આઝાદીના અમૃત મહોત્‍સવ અને હર ઘર તિરંગા અભિયાનને વાપી વિસ્‍તારમાં જબરજસ્‍થ સફળતા મળી છે. રોડ, રસ્‍તા, સોસાયટી, મોલ, દુકાનો, મકાનો અને વાહનો ઉપર તિરંગાને પ્રસ્‍થાપિત કરીને માનવ મહેરામણે હર ઘર તિરંગાની વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અપીલને ઝીલીને સર્વત્ર તિરંગાઓ લહેરાવી સફળ અને સાર્થક બનાવી દીધી છે.
તા.13, 14, 15 ઓગસ્‍ટ ત્રણ દિવસ હર ઘર તિરંગા અભિયાન પૂર્ણ થઈ ગયું છે. ત્‍યારેહજારોની સંખ્‍યામાં ફરકાવાયેલ તિરંગાને જ્‍યાં ત્‍યાં ફેકી કે આડા અવળા નિકાલ કરશો તો રાષ્‍ટ્રધ્‍વજનું અપમાન થશે. દેશનું અપમાન થશે. દેશ વિરોધી તત્ત્વો તેવા તિરંગાના વિડીયો કે ફોટા બનાવી વાયરલ કરશે અને એ આ દેશમાં શક્‍ય પણ છે. તેથી વાપી નોટિફાઈડ દ્વારા તિરંગા એકત્રિત કરવા વિવિધ ત્રણ સ્‍થળે કલેકશન સેન્‍ટર સ્‍વિકૃતિ સેન્‍ટર કાર્યકર કર્યા છે. જીઆઈડીસી સરદાર ચોક, અંબામાતા મંદિર અને ચણોદ કોલોનીમાં તૈયાર કરાયેલ તિરંગા સ્‍વિકૃતિ સેન્‍ટરોમાં ઝંડા-તિરંગા પહોંચાડવાની જાહેર અપીલ કરવામાં આવી છે. રાષ્‍ટ્રધ્‍વજ ક્‍યાંય પડેલો દેખાય તો સાચવીને ઘરે રાખજો અથવા તેનો યોગ્‍ય નિકાલ કરશો એજ સાચી દેશ સેવા અને નાગરિક ફરજને અદા કરશો.

Related posts

ઉમરસાડીમાં શ્રાવણ માસમાં જુગાર રમતા નવને પોલીસે ઝડપ્‍યા, એક થયો ફરાર

vartmanpravah

વલસાડ કાપરીયામાં નર-માદા રસેલ વાઇપર રેસ્‍ક્‍યુ કરાયા

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદની બીજી ઈનિંગમાં 24 કલાક દરમિયાન દોઢ ઈંચથી વધુ વરસાદ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર પ્રદૂષિત પીળુ પાણી રેલાયું : કઈ કંપનીનું પાપ

vartmanpravah

વાપી ચણોદ ખાતે આવેલી અથર્વ પબ્‍લિક સ્‍કૂલનો એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

Leave a Comment