April 20, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા.23

દમણ નગર પાલિકામાં બધુ બરોબર નહી ચાલી  રહ્યું હોવાના સંકેત છેલ્લા બે દિવસથી ચાલી રહેલ ઘટનાક્રમથી દેખાય રહ્યું છે. ગતરોજ દમણ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ દ્વારા બોલાવવામાં આવેલી સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં માત્ર એક કાઉન્‍સિલર સિવાય અન્‍ય એકપણ કાઉન્‍સિલરો પહોંચ્‍યા ન હતા અને આજે દમણ નગર પાલિકાની વિશેષ બેઠકમાં દમણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ સિવાય શાસક પક્ષ અને વિપક્ષ એમ બંને પાર્ટીઓના તમામ કાઉન્‍સિલરો સામુહિક રીતે ગેરહાજર રહેતા, ભારતીય જનતા પાર્ટીએ આ બાબતે દરમિયાનગીરી કરવાની માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલે તા.22મી જુલાઈએ સ્‍ટેન્‍ડીંગ કમિટી અને 23મી જુલાઈના રોજ કાઉન્‍સિલની વિશેષ બેઠકનું આયોજન કર્યું હતું. ગઈકાલની સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠકમાં માત્ર એક જ કાઉન્‍સિલર હાજર રહ્યા હતા. ગઈકાલની બેઠકમાં કોરમ નહી મળવાના કારણે બેઠક રદ કરવામાં આવી હતી. જયારે આજે સવારે દમણ નગર પાલિકા સભાગારમાં 11.30 કલાકે કાઉન્‍સિલની વિશેષ બેઠક યોજાવાની હતી પરંતુ આ બેઠકમાં ફક્‍ત દમણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ જ હાજર રહ્યા હતા. પ્રમુખ સિવાય એક પણ કાઉન્‍સિલરની હાજરી નહી હોવાને કારણે આજની કાઉન્‍સિલની બેઠક પણ રદ કરવામાં આવી છે.

કાઉન્‍સિલરો વચ્‍ચે ચાલી રહેલી ચર્ચા મુજબ, દમણ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ શાસન પ્રણાલીમાં પોતાની મનસ્‍વી કામગીરી ચલાવે છે. કાઉન્‍સિલરોને વિશ્વાસમાં લીધા વિના પોતે એકલા જ તમામ નિર્ણયો લે છે. જે બાબતને લઈ આજે એક્‍તા બતાવી તમામ કાઉન્‍સિલરોએ સામૂહિક ગેરહાજર રહીને દમણ નગર પાલિકા પ્રમુખ પ્રત્‍યે પોતાની નારાજગી વ્‍યક્‍ત કરી હતી.

અત્રે નોંધનીય છે કે, દમણ નગરપાલિકામાં ભાજપના 11 કાઉન્‍સિલરો, 3 અપક્ષ અને 1 કોંગ્રેસના કાઉન્‍સિલર છે. પરંતુ તમામ કાઉન્‍સિલરો હંમેશા પ્રદેશના હિતમાં શાસક પક્ષ અને પ્રશાસન સાથે ઉભા રહે છે. જેનું ઉદાહરણ થોડા દિવસો પહેલા દમણ નગર પાલિકા દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે  ફ્રી રસીકરણ અને ફ્રી રાશન માટે આભાર માનવાના મંતવ્‍ય દરમિયાન જોવા મળ્‍યો હતો. તમામ કાઉન્‍સિલરોએ દમણ નગર પાલિકાના ઉપ પ્રમુખ શ્રી આશિષ ટંડેલ (કાશી) દ્વારા રજૂ કરવામાં આવેલા આભાર પ્રસ્‍તાવમાં એક સાથે સમર્થન આપ્‍યું હતું.

જો આ પ્રકારની કાઉન્‍સિલમાં કાઉન્‍સિલરો સામુહિક રીતે નારાજ થતા હોય તો, ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.

અહીં મૂખ્‍ય બાબત એ છે કે, દમણ નગર પાલિકાની ચૂંટણીના પરિણામો બાદ ભારતીય જનતા પાર્ટીએ કાઉન્‍સિલરોની કોઈ નોંધ લીધા વિના સીધા જ સોનલબેન પટેલનું નામ દમણ નગર પાલિકાના પ્રમુખ તરીકે જાહેર કર્યુ હતું. પક્ષ દ્વારા કાઉન્‍સિલરોને વિશ્વાસમાં લીધા વિના લેવાયેલ આ નિર્ણયને ભાજપના કાઉન્‍સિલરોએ સ્‍વીકારી પણ લીધો હતો.

 

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

મેઘરાજાની શાહી સવારીની સાથે ત્રીજા દિવસે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રથ ધમડાચી ગામે આવી પહોંચ્યો

vartmanpravah

દમણ અને સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલરોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

‘વિશ્વ હિન્‍દુ પરિષદ’ દ્વારા દાનહના દૂધની ગામના બે બાળકોને દત્તક લીધાં

vartmanpravah

સંઘપ્રદેશમાં યાદગાર અને નિષ્‍પક્ષ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રનો નિર્ધારઃ ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર ટી. અરૂણે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી

vartmanpravah

Leave a Comment