January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.06 : લોકસભાની દમણ-દીવ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર શ્રી ઉમેશભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટી તથા કોંગ્રેસને માત આપી ભવ્‍ય ઐતિહાસિક વિજય મેળવ્‍યો હતો. તા.4થી જૂને વિજય થયા બાદ શ્રી ઉમેશભાઈ પટેલ બીજા દિવસે દીવ પહોંચ્‍યા હતા. જ્‍યાં આજે સવારે તેમના સમર્થકોએ તેમની સાથે ભવ્‍ય જીતની ઉજવણી સ્‍વરૂપે દીવ અને દમણથી આવેલા કાર્યકરો સાથે તેઓએ દીવના ઘોઘલામાં પંચાયત ચોકથી બાઈક રેલી કાઢી હતી. દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ઘોઘલા વિસ્‍તારના તમામ નાના-મોટા મંદિરોમાં માથું ટેકવી ભગવાનના આશીર્વાદ લીધા હતા અને બાઈક રેલીમાં ઘોઘલા વિસ્‍તારમાં લોકોના ઘર ઘર સુધી અને નાના ધંધાર્થીઓ અને શાકભાજી અને મચ્‍છી માર્કેટમાં ફરીને ખરીદી કરવા આવનાર દરેક લોકોનો આભાર માન્‍યો હતો.
શ્રી ઉમેશભાઈ પટેલે ધોમધગતા તડકામાં પગપાળા ચાલીને લોકસંપર્ક સાધ્‍યો હતો અને દરેકનો આભાર માન્‍યો હતો. આ અવસરે તેમણે વડીલોના ખાસ આશીર્વાદ લીધા હતા. લોકોએ પણ નવનિયુક્‍ત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલને ફૂલહાર પહેરાવી, તિલક કરી મોં મીઠું કરાવીચૂંટણી જીતના અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

દમણ જિલ્લા કક્ષાની આંતર શાળાકીય કબડ્ડી સ્‍પર્ધામાં જી.એચ.એસ. શાળા નાની દમણ પ્રથમ ક્રમે વિજેતાઃ જી.એચ.એસ. શાળા દમણવાડા બીજા સ્‍થાને

vartmanpravah

ઉમરગામના નાહુલીમાં મરઘીનો શિકાર કરવા આવેલ ૯ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

નવસારી ઘેલખડી સ્‍થિત વિદ્યાધામ વિદ્યાલય શાળાને ઓમ સાંઈ સેવા ટ્રસ્‍ટ દ્વારા 3 કોમ્‍યુટર અપાયા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

નવસારીના વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકાઓમાં સ્‍વાગત કાર્યક્રમો યોજાયા

vartmanpravah

Leave a Comment