April 26, 2024
Vartman Pravah
Breaking Newsસેલવાસ

કોવિડ-19ના ચુસ્‍ત પાલન સાથે દાનહ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાઓમાં ‘મુક્‍તિ દિવસ’ તથા ‘સ્‍વતંત્રતા દિન’ની થનારી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 23
આજે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવરના અધ્‍યક્ષસ્‍થાને અને મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી એચ.એમ.ચાવડાની ઉપસ્‍થિતિમાં અગામી તા.2 ઓગસ્‍ટ, 2021ના દાનહ મુક્‍તિ દિવસ અને 15મી ઓગસ્‍ટ, 2021ના સ્‍વતંત્રતા દિવસની ઉજવણી વિશે ચર્ચા-વિચારણા કરવા જિ.પં. સભ્‍યો અને સરપંચો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
પ્રારંભમાં મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી એચ.એમ.ચાવડાને તમામને આવકારી આજની બેઠકનો હેતુ સમજાવ્‍યો હતો. ગ્રામ પંચાયત સ્‍તરે મુક્‍તિ દિવસ અને સ્‍વતંત્રતા દિનની ઉજવણીના સંદર્ભમાં વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે જિ.પં. પ્રમુખ શ્રીમતી નિશાબેન ભવર અને ઉપ પ્રમુખ શ્રી દિપકભાઈ પ્રધાને મુક્‍તિ દિન અને સ્‍વતંત્રતા દિવસની ઉજવણી કેન્‍દ્ર સરકાર તથા સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા જારી કરેલ કોવિડ-19ના પ્રોટોકોલ અને માર્ગદર્શનને ધ્‍યાનમાં લઈ તેનો અમલ કરી દરેક ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળાઓ તથા જિલ્લા પંચાયત દ્વારા ઉજવણી કરવા ઉપસ્‍થિત તમામ સભ્‍યોને અનુરોધ કરાયો હતો. ઉપસ્‍થિત તમામસભ્‍યો પણ સર્વ સંમતિથી બંને પર્વની ઉજવણી કોવિડ-19ના પ્રોટોકોલના ચુસ્‍ત પાલન સાથે કરવા સહમત થયા હતા.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા રાજપુત કર્ણી સેનાએ બગવાડા ટોલ પ્‍લાઝા ઉપર ચક્કાજામ કરી હાઈવે ઓથોરિટીને માથે લીધી

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરી પ્રકરણમાં પોલીસે શરૂ કરેલું તેજ સર્ચ ઓપરેશન

vartmanpravah

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

…તો ગ્રામ પંચાયતના સરપંચો જ હોળીના નારિયેળ બનશે

vartmanpravah

Leave a Comment