April 19, 2024
Vartman Pravah
Breaking Newsવાપી

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

રાજસ્‍થાન પ્રગતિ મંડળ ભવનની મુલાકાત દરમિયાન સીકર, ઝુઝનું જિલ્લાના વતની માટે સીધી ટ્રેન સુવિધાની રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24
મુંબઈ ખાતે યોજાનાર રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા નિકળેલા સીકર રાજસ્‍થાનના સાંસદ સ્‍વામી સુમેદાનંદે વાપીમાં રોકાણ કર્યુ હતું. સાંસદનું રાજસ્‍થાન પ્રગતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતં.
રાજસ્‍થાન સીકરના સાંસદ સ્‍વામી સુમેદાનંદન મુંબઈ રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે આજે વાપીમાં થોડો સમય રોકાણ કર્યુ હતું. રાજસ્‍થાન ભવન સેલવાસ રોડ ઉપર તેમનું સ્‍વાગત-સન્‍માન કરવામાં આવ્‍યું હતું. રાજસ્‍થાન સમાજના અગ્રણી અને ભવન ટ્રસ્‍ટી શ્રી બી.કે.દાયમાએ રાજસ્‍થાની પરિવારો અહી વસવાટ કરે છે. તે પૈકી સીકર, ઝુઝનુ અને ચુરુ જિલ્લાના લોકો માટે રેલ્‍વેની સીધી સુધિા ઉપલબ્‍ધ નથી. તે અંગે વિશદ રજૂઆત દાયમાજીએ કરી હતી.
પ્રવાસીઓને બાંદ્રા-હિસાર, બાંદ્રા-જમ્‍મુ તાવી જેવી ટ્રેનોમાં ભીડ વચ્‍ચે મુસાફરીક કરવી પડે છે. તેમજ હાલમાં શરૂ કરાયેલ દુરંતોનું રાજસ્‍થાન માટે ઉપયોગ એવો સુરત-વાપી સ્‍ટેશનો ઉપર સ્‍ટોપેજ નથી. તેથી તેમણે સાંસદ સ્‍વામી સુમેદાનંદને જણાવ્‍યું હતું કે,રેલ્‍વે મંત્રાલય ઉપર દબાણ લાવી અમુક ટ્રેનો દૈનિક અને દુરંતો જેવી ટ્રેનના સ્‍ટોપેજ મળે તેવી ખાસ જરૂરિયાત છે. સાંસદ શ્રી રાજસ્‍થાન ભવનની મુલાકાતથી પ્રભાવિત થયા હતા તેમજ સંસદીય રેલ્‍વની મીટીંગમાં વાપીની સમસ્‍યા અંગે પ્રશ્ન ઉઠાવવાનો સધિયારો પણ આપ્‍યો હતો.
આ પ્રસંગ રાજસ્‍થાન પ્રગતિ મંડળના ટ્રસ્‍ટી યદુનંદન જાલુકા સહિત અગ્રણીઓ ઉપસ્‍થિત રહીને સાંસદ સ્‍વામી સુમેદાનંદજીની મુલાકાત લેવા બદલ આભાર માન્‍યો હતો.

Related posts

જિલ્લા બાળ સુરક્ષા ઍકમ દીવ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન હેઠળ વણાંકબારા શાળાના વિદ્યાર્થીઓને માદક દ્રવ્યોના દુરૂપયોગની રોકથામ ઉપર જાગૃતતા કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી ન.પા. સી.ઓ.ની બદલીઃ વિરોધીઓએ મનાવેલી ખુશી

vartmanpravah

વાપીથી સુરત જઈ રહેલી રિક્ષા ધરમપુર ચોકડી હાઈવે બ્રિજ પાસે પલટી મારી ગઈ : મુસાફરોનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના સુરક્ષા કર્મચારીઓએ પગાર મુદ્દે હડતાલ પાડી

vartmanpravah

દાનહમાં રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરનાર શિકારીની વન વિભાગે કરી ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના બેફામઃ એકજ દિવસમાં 107 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment