August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ધરાસણામાં અષાઢી બીજે ભારે પવનથી એક વિધવા મહિલાનું મકાન તૂટી પડ્‍યું: મહિલાનો ચમત્‍કારિક બચાવ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ તાલુકાના ધરાસણા ગામે આજરોજ બપોરના સુમારે ડુંગરી ધરાસણા રોડ સ્‍થિત એક વિધવા મહિલાનું મકાન ભારે પવનમાં ધડાકાભેર તૂટી પડતા મહિલા દબાઈ ગઈ હતી. જોકે સદનસીબે તેમનો ચમત્‍કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ આજુબાજુના રહીશોએ સરપંચને કરતા તેઓ તાત્‍કાલિક દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ વલસાડ તાલુકાના ધરાસણા ગામે ડુંગરી રોડ ખાતે રહેતા એક વિધવા મહિલા મધુબેન મનહરભાઈ પટેલ મજૂરી કરી તેમનું જીવન ગુજરાતતા હોય આજરોજ અષાઢી બીજ ના રોજ ફૂંકાયેલા ભારે પવન દરમિયાન બપોરના સુમારે તેમનું મકાન ધડાકાભેર તૂટી પડ્‍યું હતું. આ ઘટના દરમિયાન તેઓઘરમાં નીંદર માણી રહ્યા હતા પરંતુ સદનસીબે દબાઈ ગયું હોવા છતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં તેમને નજીવી ઈજા થઈ હતી. ભર ચોમાસે એક વિધવાનુ મકાન ધરાસાઈ થતા તેમના માથે આભ તૂટી પડ્‍યા જેવી સ્‍થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચને કરાતા તેઓ ઘટના સ્‍થળે દોડી જઈ આ સમગ્ર મામલે વલસાડ તાલુકા પંચાયતમાં જાણ કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્‍યું હતું.

Related posts

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

દમણમાં સેવા સંકલ્‍પ અને સમર્પણની ભાવના સાથે મહિલા શક્‍તિને પ્રેરિત કરવા નાઈટિંગલફાઉન્‍ડેશનનો પ્રારંભ

vartmanpravah

વાપીને વધુ એક ટ્રેન સ્‍ટોપેજ મળ્‍યું : ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેન વાપીમાં થોભશે

vartmanpravah

સુરત રેન્‍જ આઈજીની ટીમે વાંઝણા ગામેથી ખેતરમાંથી દારૂ ઝડપી પાડી ત્રણને વોન્‍ટેડ જાહેર કર્યા

vartmanpravah

પારડીમાં સતત વરસી રહેલા વરસાદને લઈ જૂની મામલતદાર પાસે ઝાડ ધરાશયી

vartmanpravah

કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિને સન્‍માન કરી પ્રોત્‍સાહિત ઈનામ આપવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment