(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.07: વલસાડ તાલુકાના ધરાસણા ગામે આજરોજ બપોરના સુમારે ડુંગરી ધરાસણા રોડ સ્થિત એક વિધવા મહિલાનું મકાન ભારે પવનમાં ધડાકાભેર તૂટી પડતા મહિલા દબાઈ ગઈ હતી. જોકે સદનસીબે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાની જાણ આજુબાજુના રહીશોએ સરપંચને કરતા તેઓ તાત્કાલિક દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ વલસાડ તાલુકાના ધરાસણા ગામે ડુંગરી રોડ ખાતે રહેતા એક વિધવા મહિલા મધુબેન મનહરભાઈ પટેલ મજૂરી કરી તેમનું જીવન ગુજરાતતા હોય આજરોજ અષાઢી બીજ ના રોજ ફૂંકાયેલા ભારે પવન દરમિયાન બપોરના સુમારે તેમનું મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. આ ઘટના દરમિયાન તેઓઘરમાં નીંદર માણી રહ્યા હતા પરંતુ સદનસીબે દબાઈ ગયું હોવા છતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનામાં તેમને નજીવી ઈજા થઈ હતી. ભર ચોમાસે એક વિધવાનુ મકાન ધરાસાઈ થતા તેમના માથે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ગામના સરપંચને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી જઈ આ સમગ્ર મામલે વલસાડ તાલુકા પંચાયતમાં જાણ કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.

Previous post