(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: ચણોદ સ્થિત કેબીએસ કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ, વાપી ખાતે ‘‘મા ફાઉન્ડેશન” વાપી દ્વારા આઈટી ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે એક નિષ્ણાંત ટેક ટેલ્કનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાપીની વિવિધ કોલેજોના 120 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના વક્તા શ્રી યશ સોમૈયા હતા. જેઓ આઈટી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંત છે. તેમના વ્યાખ્યાનમાં ડેટા એન્જિનિયરીંગના સ્કોપ અને આઈટી ઉદ્યોગમાં કારકિર્દીની તકો આવરી લેવામાં આવી હતી. શ્રી સોમૈયાએ પોતાની મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને વ્યવહારુ જ્ઞાનનાં આધારે વિદ્યાર્થીઓને આઈટી ક્ષેત્રે ઉપલબ્ધ વિશાળ સંભવિત અને વૈવિધ્યસભર કારકિર્દીના માર્ગોને સમજવામાં મદદ કરી હતી. આ ઈવેન્ટે વિદ્યાર્થીઓને ઉદ્યોગ નિષ્ણાંતો સાથે વાર્તાલાપ કરવા માટે એક પ્લેટફોર્મ પૂラરું પાડયું હતું અને ડેટા એન્જિનિયરિંગની તેમની સમજમાં વધારો કર્યો અને તેમને આ ઝડપથી વિકસતા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો.પૂનમ ચૌહાણે વિદ્યાર્થીઓના વિકાસ માટે કોલેજકેમ્પસમાં આવા જ્ઞાનવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવા બદલ ‘‘મા ફાઉન્ડેશન” નો આભાર વ્યક્ત કર્તો હતો.
