Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.૨૪: જિલ્લા પંચાયત નવસારીના સ્વભંડોળથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિતા સાગરની પ્રેરણા અને માર્ગદર્શનથી ગતવર્ષની સ્નેહા પ્રોજેક્ટની સફળતા બાદ રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારી જિલ્લાના કુલ ૫૧ સેન્ટરો પર ૩૪૮૯ કિશોરીઓ માટે તાલીમ આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેની શરૂઆત સ્વરક્ષણની તાલીમ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે કોમ્યુટર શિક્ષણ, ઈંગ્લીશ સ્પીકિંગ, આરોગ્ય ચકાસણી, તંદુરસ્તી માટે પોષણક્ષમ નાસ્તો, ક્રાફટ, મહેંદી અને બ્યુટીપાર્લરની તાલીમ આપી સક્ષમ બનાવવામાં આવશે. જેથી કિશોરીઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની સમાજમાં પોતાનું આગવું યોગદાન આપી શકે.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા લાઈવલી હુડ મેનેજરશ્રી, શાળાના આચાર્યશ્રી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રધાનમંત્રીએ એ.એસ. નવસારીમાં નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

vartmanpravah

સાયલી નહેર નજીકથી મળી આવેલી લાશ પ્રકરણમાં દાનહ પોલીસે ત્રણ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

પારડીના બાલદા ખાતેથી મળેલ ડી કમ્‍પોઝ લાશનો ભેદ ઉકેલાયો

vartmanpravah

દમણ-દીવ લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સાંસદ લાલુભાઈ પટેલનું ગૌરાંગ પટેલ ક્રિકેટ ગ્રુપ દ્વારા કરાયેલું શાહી સન્‍માન

vartmanpravah

યોજાઈ : 99.34 ટકા મતદાન:  ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્‍ય વિજય વેપારી વિભાગની પેનલ અગાઉ બિનહરિફ ચૂંટાઈ હતી

vartmanpravah

ચીખલીમાં હવામાન વિભાગની કચેરી લોલમલોલ સાથે સરકારી કેમ્‍પસ જંગલમાં તબદીલ થતાં ‘‘સ્‍વચ્‍છતા મિશન”ના ઉડી રહેલા લીરેલીરા

vartmanpravah

Leave a Comment