(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: કપરાડા તાલુકામાં કુલ 13 પંચાયતમાં મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી તા.06/07/2024 ના રોજ કરવામાં આવી છે. જેમાંસ્ત્રી-210 પુરુષ-322 મળીને કુલ 532 ગામનાં આગેવાનો, શ્રમિકો અને 44 પદાધિકારો સામેલ થયા હતા. કપરાડા તાલુકાના ઓઝરડા, વાલવેરી, વાવર, જીરવલ, જામગાભણ, વાડધા, ખૂટલી, માતુનિયા, વડોલી, નિલોસી, અરનાઈ, ચાવશાળા, સરવરટાટી ગામના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં મનરેગા યોજના અંતર્ગત ચાલતા કામો,નવા કામોનું આયોજન અને શ્રમિકોને વધારેમાં વધારે મનરેગા યોજનામાં લાભ લેવા અને સહભાગી થવા આહવાન કરવામાં આવ્યુ હતું.
