October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

સ્‍થાનિક રહિશો, વાહન ચાલકો ત્રણ-ચાર દિવસથી પારાવાર
મુશ્‍કેલીનો સામનો કરી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: છેલ્લા આઠ-દશ દિવસથી વાપી વિસ્‍તારમાં પડી રહેલા લગાતાર વરસાદથી કેટલાક વિસ્‍તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્‍યા છે. ચણોદ વિસ્‍તારની સ્‍થિત બદતર થઈ ચૂકી છે. ચણોદ રોડના આંતરીક વિસ્‍તારો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્‍યા છે.
ચણોદ વિસ્‍તારની ભૌગોલિક સ્‍થિતિ પેચીદી છે. કેટલાકવિસ્‍તાર ચણોદ ગ્રામ પંચાયતમાં આવે છે તો કેટલોક વિસ્‍તાર નોટિફાઈડ જીઆઈડીસી વિસ્‍તારમાં આવે છે તેથી નાગરિકો સુવિધાઓ જેવી કે રોડ, ડ્રેનેજ, વરસાદી પાણીનો નિકાલ અંગે અંધેર વહીવટ ચાલી રહ્યો છે. ચણોદ ગામ અને રોડના અનેક વિસ્‍તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. પરિણામે વાહન વહેવાર અને સામાન્‍ય અવરજવર માટે પારાવાર મુશ્‍કેલીઓ ઉભી થઈ ચૂકી છે. જેનો ભોગ સામાન્‍ય જનતા બની રહી છે. નોટીફાઈડ અને પંચાયતની સરહદ વચ્‍ચે કેટ કેટલોક વિસ્‍તાર આવેલો છે. તેથી આ વિસ્‍તારનો કોઈ ઋણી હોય તેવુ જણાતું નથી. હજુ તો ચોમાસાની શરૂઆથ માત્ર છે ત્‍યારે પાણી ભરાવાની સ્‍થિતિ સર્જાઈ ચૂકી છે જ્‍યારે ભર ચોમાસામાં તો આ વિસ્‍તારનું શું થશે? તેવી ચિંતા અને પ્રશ્નો સામાન્‍ય રહીશોને અત્‍યારથી જ સતાવી રહ્યા છે.

Related posts

સરીગામમાં ધારાસભ્‍ય રમણભાઈ પાટકરનો ભવ્‍ય સત્‍કાર સમારંભ યોજાયો

vartmanpravah

વાપી છરવાડાના સડક ફળિયાની આદિવાસી દિકરી ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ફોર્મ ઉપર સહી કરાવવા ગ્રા.પં.ના ધક્કા ખાઈ રહી છે

vartmanpravah

દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ‘સ્‍પર્શ કી પાઠશાળા’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સુખાલા આરોગ્‍ય કેન્‍દ્રને પરિવાર કલ્‍યાણ વિભાગ કેન્‍દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલું સન્‍માન પત્ર

vartmanpravah

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

‘‘એક હાથથી દાન કરો તો બીજા હાથને ખબર પણ નહી પડવી જોઈએ” : કથાકાર મેહુલભાઈ જાની

vartmanpravah

Leave a Comment