Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવ લોકસભા બેઠકની 1998ની ચૂંટણી માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ સમાજની બનીહતી

જિ.પં.ના તત્‍કાલિન અધ્‍યક્ષ ડાહ્યાભાઈ પટેલે પોતાની દમણ-દીવ વિકાસ પાર્ટીની રચના કરી હતીઃ ચૂંટણી લોહિયાળ પણ બની હતી

1998ની ચૂંટણી જાહેર થવા પહેલાં દમણ-દીવ બેઠકના કોંગ્રેસના સાંસદ ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દાનહના તત્‍કાલિન કોંગ્રેસના સાંસદ મોહનભાઈ ડેલકર સહિતના સાંસદોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપની કંઠી બાંધી હતી

લોકસભાની દમણ અને દીવ બેઠક માટે સેન્‍સ લેવા આવેલા ભાજપના પ્રભારી સુરતના અરવિંદભાઈ ગોદીવાલાએ તે સમયે ફરી એકવાર દેવજીભાઈ ટંડેલને ટિકિટ અપાવવા ભજવી હતી મુખ્‍ય ભૂમિકા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14 : 1996માં યોજાયેલ ચૂંટણીમાં કોઈપણ એક પક્ષને બહુમતિ નહીં મળતાં શરૂઆતના 13 દિવસ માટે વડાપ્રધાન તરીકે શ્રી અટલ બિહારી વાજપેયી બન્‍યા હતા, ત્‍યારબાદ વાજપેયી સરકારનું પતન થતાં જનતા દળના એચ.ડી.દેવગૌડા પ્રધાનમંત્રી તરીકે આરૂઢ થયા હતા. શ્રી એચ.ડી.દેવગૌડાને પણ રાજીનામું આપવાની ફરજ પડતાં તેમના સ્‍થાને શ્રી આઈ.કે.ગુજરાલ પ્રધાનમંત્રી બન્‍યા હતા. પરંતુ આ સરકાર લાંબો સમય ટકી શકી નહીં હતી અને દેશ ફરી પાછો મધ્‍યસત્ર ચૂંટણી તરફ ધકેલાયો હતો.
દમણ અને દીવના તે સમયના સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ને માત્રદોઢ વર્ષનો સમય મળ્‍યો હતો. તેઓ કોંગ્રેસના સાંસદ હતા, પરંતુ તત્‍કાલિન કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી સીતારામ કેસરીના અક્કડ વલણથી તંગ આવી શ્રી ગોપાલ દાદા અને દાદરા નગર હવેલીના તે સમયના સાંસદ શ્રી મોહનભાઈ ડેલકર સહિત કેટલાક સાંસદોએ કોંગ્રેસને અલવિદા કરી ભાજપની કંઠી બાંધી હતી.
દમણ અને દીવમાં ભાજપે ટિકિટ આપવા પહેલાં પ્રભારી તરીકે સુરતના શ્રી અરવિંદ ગોદીવાલાને દમણ મોકલ્‍યા હતા. તેમણે ફરી એકવાર શ્રી દેવજીભાઈ ટંડેલના નામ ઉપર મહોર મારતાં 1998ની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર બન્‍યા હતા.
લોકસભાની દમણ અને દીવ બેઠક માટે કોંગ્રેસની ટિકિટ લેવા માટે જ તૈયાર નહીં હતું. તત્‍કાલિન દમણ અને દીવ જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રી ડાહ્યાભાઈ પટેલે દમણ અને દીવ વિકાસ પાર્ટીની રચના કરી હતી અને પહેલી વખત દમણમાં માછી સમાજ વિરૂદ્ધ કોળી પટેલ અને ખેડૂત સમાજનો જુવાળ પેદા કરાયો હતો.
1998ની દમણ અને દીવ બેઠકની ચૂંટણી લોહિયાળ બની હતી. દમણના ઉદ્યોગપતિ અને શ્રી ડાહ્યાભાઈ પટેલના ખાસ સમર્થક તરીકે ઉભરેલા શ્રી અનિલ અગ્રવાલ ઉપર ચૂંટણીના દિવસે જ હુમલો થતાં શ્રી ડાહ્યાભાઈ પટેલનું ગણિત બગડી ગયું હતું અને તેમનો પરાજય થયો હતો.
1998ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી દેવજીભાઈ ટંડેલને 21,649 મતમળ્‍યા હતા. તેની સામે દમણ-દીવ વિકાસ પાર્ટી તરફથી અપક્ષ ઉભા રહેલાં શ્રી ડાહ્યાભાઈ પટેલને 20,413 મત મળ્‍યા હતા જ્‍યારે દીવથી ઉભા રહેલા ડૉ. મેઘજી ભગવાન ચારણિયાને 8,417 અને કોંગ્રેસના ડૉ. જીવણ પ્રભાકરને માત્ર 1020 મત મળ્‍યા હતા.

Related posts

શાળા પ્રવેશોત્‍સવ અને ઉત્‍કૃષ્‍ટ શૈક્ષણિક પર્યાવરણની અસરથી સંઘપ્રદેશમાં હવે ખાનગી શાળામાંથી સરકારી શાળા તરફ વળી રહેલા વિદ્યાર્થીઓઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

વાપીની વતનની અદાવતમાં ચાર રસ્‍તા હાઈવે હોટલ સામે કુહાડીના ઘા કરી યુવાનની ઢીમ ઢાળી દીધું

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

દાદરા સરકારી હાઈસ્‍કૂલ ખાતે એક્‍ઝિબિશન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા સ્‍વાગત કાર્યક્રમમાં 33 પૈકી 30 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment