Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં યોજાનાર ગણેશ મહોત્‍સવ સંદર્ભે પોલીસે 350 જેટલા ગણેશ આયોજકો સાથે મિટિંગ યોજી

ડી.વાય.એસ.પી. બી.એન. દવેની અધ્‍યક્ષતામાં વાપી ટાઉન, જીઆઈડીસી, ડુંગરા પી.આઈ.એ આયોજકોને માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આગામી ભાદરવા મહિનામાં ગણેશ મહા મહોત્‍સવનો પ્રારંભ થવા પૂર્વ વાપી વિભાગ પોલીસે રાજસ્‍થાન ભવનમાં ગણેશ આયોજકોની મિટિંગ યોજી હતી. મિટિંગમાં કાયદો વ્‍યવસ્‍થા, ગણેશ મંડળ નોંધણી તથા મૂર્તિ ઊંચાઈ અને વિસર્જન અંગે પોલીસે સવિસ્‍તાર માર્ગદર્શન ગણેશ આયોજકોને આપ્‍યું હતું.
રાજસ્‍થાન ભવનમાં યોજાયેલ ગણેશ મહોત્‍સવના સંદર્ભમાં યોજાયેલ મિટિંગમાં વાપી નાયબ પોલીસ વડા બી.એન. દવે, ટાઉન પી.આઈ કે.જી. રાઠોડ, જી.આઈ.ડી.સી. પી.આઈ. મયુર પટેલ તથા ડુંગરા પી.આઈ. કે.જી. રાઠોડની ઉપસ્‍થિતિમાં પોલીસે ગણેશ મહોત્‍સવ અંગે કાયદા વ્‍યવસ્‍થા અને જાહેર સલામતિ જોગઉપસ્‍થિત 350 ગણેશ મહોત્‍સવ આયોજકોને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. પોલીસે ટ્રાફિક જેવા પ્રશ્નો માટે જાહેર અપીલ કરી હતી કે વાપી ટાઉનની શ્રીજીની મૂર્તિઓ દમણ દરિયામાં અને જીઆઈડીસી ડુંગરા વિસ્‍તારની શ્રીજીની મૂર્તિઓ દમણગંગા નદીમાં વિસર્જન કરવાની અપીલ કરી હતી. તદ્દઉપરાંત ડી.જે. મૂર્તિની ઊંચાઈ 9 ફૂટથી વધારે ન હોવી જોઈએ તે પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકી સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્‍બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વાપીમાં મહિલાઓને ‘સુષ્‍મા સ્‍વરાજ એવોર્ડ’થી સન્‍માનિત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ટેન્‍ટ સીટી, સાઉદવાડી સ્‍કૂલ, સિવરેજવર્ક સાઈટ વગેરે સ્‍થળોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ માટે કેન્‍દ્ર સરકાર જ ભાગ્‍યવિધાતા અને એટલે જ ભાજપ હોટફેવરિટ

vartmanpravah

Leave a Comment