Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05
આઝાદીના 75 વર્ષપૂરા થવા પર, દેશ આઝાદીના 75 અઠવાડિયાના અમળત મહોત્‍સવની ઉજવણી કરી રહ્યો છે. ‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ ભારત સરકાર દ્વારા સ્‍વતંત્રતાની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે આયોજિત કાર્યક્રમોની શ્રેણી છે. આ સંદર્ભમાં, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય સાઈકોમ દ્વારા રાષ્‍ટ્રીય સ્‍તરે પર્યાવરણીય શિક્ષણ અભિયાન કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમો ભારતમાં બ્‍લુ ફલેગ એવોર્ડ વિજેતા બીચ ઉપર કરવામાં આવી રહ્યા છે. આ તાલીમ અભિયાનનો મુખ્‍ય ઉદ્દેશ સતત જાગૃતિ કેળવવાનો અને લોકોને દરિયાકિનારાની યથાવત્‌ સ્‍થિતિ જાળવી રાખીને પ્રકળતિ સાથે આનંદ માણવા માટે શિક્ષિત કરવાનો છે.
આજે દીવના ઘોઘલા બીચ પર સમુદ્ર તટ પર ઇકોસિસ્‍ટમના સંરક્ષણ અને રક્ષણ અંગે દીવ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ દીવ કોલેજના સૌજન્‍યથી પર્યાવરણીય પ્રશ્નોત્તરી સ્‍પર્ધા અને બાળ ભવન બોર્ડ, દીવના સૌજન્‍યથી કચરાના રિસાયકલીંગ પર એક કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. પ્રશ્નોત્તરી સ્‍પર્ધામાં લગભગ 10 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમમાં 3 મેમ્‍બર હતા. તમામ સહભાગીઓને પર્યાવરણ અને પર્યાવરણ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્‍યા હતા.
ક્‍વિઝ સ્‍પર્ધામાં ચાર રાઉન્‍ડ હતા, અનુક્રમે સામાન્‍ય, બઝર, સેમી ફાઈનલ અને ફાઈનલ રાઉન્‍ડ હતો.તેમાંથી પ્રથમ, દ્વિતીય અને તળતીય ક્રમે આવનારી ટીમને ચીફ ઓફિસર, દીવ જિલ્લા પંચાયત શ્રી વૈભવ રીખારીના હસ્‍તે ઈનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. કચરાના રિસાયક્‍લિંગ પર આયોજિત આર્ટ એક્‍ઝિબિશનમાં કચરાને કેવી રીતે રિસાયકલ કરી શકાય છે અને ફરીથી ઉપયોગ કરી શકાય છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો. આ સાથે, લોકોને વેસ્‍ટમાંથી બેસ્‍ટ કેવી રીતે બનાવી શકાય તે અંગે જાગળતિ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોને દરિયા કિનારાઓના સંરક્ષણ, રક્ષણ, સ્‍વચ્‍છતા અને જાળવણી અંગે જાગળત કરવામાં આવ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, ઇકો ક્‍વિઝના પ્રશ્નો દીવ કોલેજના પ્રોફેસર શ્રી અલ્‍પેશ ભીમાણી અને શ્રી ઉદયભાઈ ભાનુશાલીએ તૈયાર કર્યા હતા.
આજના કાર્યક્રમમાં ચીફ ઓફિસર, દીવ જિલ્લા પંચાયત શ્રી વૈભવ રીખારી, સાઈકોમના પ્રોજેક્‍ટ ઈજનેર શ્રી સૌરભ શર્મા, માહિતી સહાયક શ્રી પ્રશાંત જોશી, બાલ ભવન બોર્ડના ડાયરેક્‍ટર શ્રી પ્રેમજીત બારીયા અને કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાદરા નગર હવેલીનું 57.36 ટકા પરિણામ

vartmanpravah

વલસાડ હાઈવે હોટલ ઉપર ટેન્‍કરમાંથી પામ ઓઈલ ચોરીનું રેકેટ ઝડપાયું : ત્રણની અટક

vartmanpravah

ટ્‍વિન હોસ્‍પિટલ વાપી ખાતે ‘‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડના દાંડીની ટંડેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ‘‘જીવન કૌશલ્ય’’ સેમિનાર યોજાયો

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન સોમનાથ ખાતે નવરંગ ગરબા ક્‍લાસીસ દ્વારા યોજાયેલી ગરબાની સ્‍પર્ધા

vartmanpravah

Leave a Comment