(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.06: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જિલ્લા વલસાડ રમતગમત અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી વલસાડ દ્વારા સંચાલિત ધરમપુર તાલુકાની સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા એસજીએફઆઈ શાળાકીય રમતોત્સવ કબડ્ડી, ખોકો, એથ્લેટિક્સ સ્પર્ધા તારીખ 30-31 જુલાઈ અને પહેલી ઓગસ્ટ 2024 નારોજ વોક ટુ ગેધસ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સાળા નાની વહીયાળ તા.ધરમપુરમાં યોજાઈ હતી. જેમાં દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત સંચાલિત વોક ટુ ગેધર્સ, નાની વહીયાળ હાઈસ્કૂલે નીચે મુજબની 41 સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ અને આશ્રમ શાળા નાની વહીયાળ, તા.ધરમપુરે-12 સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ હાઈસ્કૂલ, આશ્રમ અને નાની વહીયાળ ગામનું ગૌરવ વધાર્યું છે.
આમ દક્ષિણ ગુજરાત પછાત વર્ગ સેવા મંડળ સુરત સંચાલિત વોક ટુ ગેધર્સ હાઈસ્કૂલ નાની વહીયાળ અને આશ્રમ શાળા નાની વહીયાળે કુલ-53 સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ, કુલ-50 સ્પર્ધાઓમાં દ્વિતિય ક્રમ, કુલ-50 સ્પર્ધાઓમાં તૃતીય ક્રમ મેળવેલ છે જે બદલ શાળાના પ્રિન્સિપાલ શૈલેશકુમાર આર. પટેલ મંડળના પ્રમુખ સુધાબેન દેસાઈ, મંત્રી દત્તેશભાઈ ભટ્ટ, વાલી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિજેતા થવા માટે શુભેચ્છાઓ અને શુભકામના પાઠવે છે અને સ્પર્ધકોને તાલીમ આપનાર વ્યાયામ શિક્ષિકા અમિતાબેન ગામીત અને ઈન સ્કૂલ યોજના દ્વારા ફળવાયેલ વિજયભાઈ વાનીને પણ અભિનંદન પાઠવ્યા હતા.
