શિક્ષણ અને પ્રવાસનના ક્ષેત્રે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલા અદ્ભૂત કામોની મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ લીધેલી નોંધ : નમો પથ ઉપર મારેલી લટારને સુખદ અનુભૂતિ ગણાવતા રાષ્ટ્રપતિ મહોદયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.13 : સેલવાસના ઝંડાચોક ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરના આયોજીત લોકાર્પણ સમારંભમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અહીંના પ્રદેશવાસીઓએ તેમનું ઉષ્માભેર કરેલું સ્વાગત તેમના સ્મૃતિ પટલ ઉપર હંમેશા જળવાયેલું રહેશે. તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્વમાં નવનિર્મિત સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કરી અત્યંત પ્રસન્નતા પ્રગટ કરી હતી. તેમણે આધુનિક સ્માર્ટ ક્લાસમાં સંગીત તથા રમત-ગમતની સુવિધાઓથી યુક્ત હોવાથી આ સ્કૂલમાં બાળકોને આધુનિક રીતે મળનારા શિક્ષણથી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રશાસન ઉચ્ચ શિક્ષણને ઉત્તેજન આપવા માટે પ્રયાસરત છે. આ પ્રદેશમાં ટેક્નીકલ શિક્ષણની ઉચ્ચ સ્તરની કોલેજો શરૂ કરવામાં આવી છે. શિક્ષણ અને વેપારિક ગતિવિધિઓનું મિલન સારી તક પ્રદાન કરે છે. ગઈકાલે દમણ ખાતે નિફટ અને એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે મળી ખુબ આનંદની અનુભૂતિ થઈ હોવાનું પણ જણાવ્યું હતું.
પ્રારંભમાં મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત શ્રીમતી પ્રભાબેન શાહ અને શ્રી પ્રેમજીભાઈ બારિયાને પણ યાદ કર્યા હતા.
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ ગઈકાલે દમણ ખાતે એવીઅરી(પક્ષીઘર)ની લીધેલી મુલાકાતનો પણ ઉલ્લેખકર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નમો પથ ઉપર જવું એક સુખદ અનુભવ હતો. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અનેક વિકાસકાર્યો થઈ રહ્યા છે અને કેટલાય સ્થાનોએ નવીનિકરણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રવાસનથી રોજગારની નવી સંભાવનાઓનું સર્જન થાય છે. પ્રશાસન અહીંના રહેવાસીઓનું જીવન સુગમ બનાવવા માટે પ્રયાસરત છે. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહેલા વિકાસના કામોની ભરપેટ પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, પ્રશાસનના અધિકારીઓ, કર્મચારીઓ, તથા શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં પ્રદેશવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંઘપ્રદેશના ઍકાઉન્ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમારે ખુબ જ કુશળતાથી કયુ* હતું.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંઘપ્રદેશના ઍકાઉન્ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમારે ખુબ જ કુશળતાથી કર્યુ હતું.