January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે શાંતિ કોમ્‍પલેક્ષ સ્‍થિત ડેવલોપરની ઓફિસમાં ફાયરીંગ : જમીનના મામલામાં ઘટના ઘટી

આરોપી ડેવલોપર ગિરીરાજસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી :
ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વાપી નેશનલ હાઈવે સ્‍થિત શાંતિ કોમ્‍પલેક્ષમાં આજે સોમવારે બપોરે એક ડેવલોપરની ઓફિસમાં ફાયરીંગની ઘટના ઘટતા સનસની મચી જવા પામી હતી. એસ.પી. સહિત પોલીસ કાફલો ઘટના સ્‍થળે ધસી ગયો હતો.
વાપી નેશનલ હાઈવે ઉપર આવેલ શાંતિ કોમ્‍પલેક્ષ 102 માં કાર્યરત શીવ શક્‍તિ ડેવલોપરની ઓફિસમાં બપોરે ફાયરીંગની ઘટના ઘટી હતી. ઘટનાની આંતરિકવિગતો પોલીસ સુત્રોએ જણાવ્‍યા મુજબ શીવ શક્‍તિ ડેવલોપરના સંચાલક ગિરીરાજસિંહ અને અન્‍ય વલસાડ-સુરતના 10 જેટલા ડેવલોપરોએ જમીન ખરીદી હતી. ત્‍યારબાદ સેલડીડ પણ થયું હતું. તે પછી શીવશક્‍તિ ડેવલોપર સંચાલક જમીન અંગે ગોળગોળ ફેરવતો હતો તેમજ દસ્‍તાવેજો ઉપર અઢી કરોડની લોન પણ લઈ લીધી હતી. તેથી ડેવલોપરો વચ્‍ચે બે-ત્રણ વર્ષથી ખટરાગ અને ઝઘડો ચાલતો. આ મામલે આજે કેટલાક પાર્ટનર શાંતિ ચેમ્‍બરમાં બપોરે આવ્‍યા હતા તેની જાણ થતા ગિરીરાજસિંહ જાડેજા બાથરૂમમાં છુપાઈ ગયો હતો અને પછી તે બહાર નિકળીને ફાયરીંગ કરી દીધું હતું. ઘટનાની જાણ બાદ જિલ્લા પોલીસ વડા ડો.કરણસિંહ તથા વાપી ડિવાયએસપી બી.એન. દવે સહિત પોલીસ કાફલો ઘટના સ્‍થળે પહોંચીને આરોપી ગિરીરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી હતી. અટેમ્‍પ્‍ટ ઓફ મર્ડર અને આર્મ્‍સ એક્‍ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

મોટાપોંઢા કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

vartmanpravah

સરપંચ લખીબેન પ્રેમાની અધ્‍યક્ષતામાં મળેલી મગરવાડા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ગ્રામ પંચાયત ડેવલપમેન્‍ટ પ્‍લાનને આપવામાં આવેલી સર્વાનુમત્તે મંજૂરી

vartmanpravah

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

vartmanpravah

વાપી સેલવાસ માર્ગ ઉપર નિર્માણાધિન ડ્રેનેજ કામગીરીમાં નરી આંખે વેઠ ઉતારાઈ રહ્યાની બુમરાણ

vartmanpravah

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment