April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેલવાસ માર્ગ ઉપર નિર્માણાધિન ડ્રેનેજ કામગીરીમાં નરી આંખે વેઠ ઉતારાઈ રહ્યાની બુમરાણ

રૂા.61.90 કરોડને ખર્ચે તૈયાર થઈ રહેલ આર.સી.સી. રોડ કામગીરીમાં વેઠ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી જી.આઈ.ડી.સી. ચાર રસ્‍તાથી પસાર થતાં સેલવાસ માર્ગ હાલમાં આર.સી.સી. બનાવવાની કામગીરી ચાલી રહીછે. તેની સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે બન્ને સાઈડ ડ્રેનેજની કામગીરી પણ ચાલી રહી છે. આ કામગીરી તકલાદી અને નરી વેઠ ઉતારાઈ હોવાની ચોંકાવનારી વિગતો નજરે પડી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા એન.એછ. 56 અંતર્ગત જી.આઈ.ડી.સી. ચાર રસ્‍તાથી સેલવાસ માર્ગનું આર.સી.સી. કરણની કામગીરી ચાલી રહી છે. આ કામની સાથે સાથે ડિવાઈડર અને વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાનો કોન્‍ટ્રાક્‍ટ 61.90 કરોડનું કામકાજ નિયતી કન્‍સ્‍ટ્રકશનને આપવામાં આવ્‍યું છે. આ કામ 12 મહિનાની અવધિમાં પૂર્ણ કરવાનું છે. હાલમાં ચાર રસ્‍તા નજીક સરદાર ભિલાડવાળા બેંક સામે વરસાદી ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. આ કામ હલકી કક્ષાનું અને તકલાદી હોવાથી એક જાગૃત નાગરિકે વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. ડ્રેનેજની પાળી રિતસર પગ ઠોકવાથી હલી રહી છે. વાયરલ વિડીયો બાદ બૂમરાણ મચી જવા પામી છે.

Related posts

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીમાં મુખ્‍ય માર્ગ સ્‍થિત માર્જિનમાં આવેલા ધાર્મિક સ્‍થળો ખસેડવા પ્રાંત અધિકારી દ્વારા સ્‍થળ નિરીક્ષણ કરાયું

vartmanpravah

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

ચીખલીના દોણજા ગામે નાની ખાડીમાં મૃત મરઘાઓ મળતા સ્‍થાનિકોમાં ફેલાયેલો રોષ

vartmanpravah

Leave a Comment