December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના હુડા પાસે હાઈવે વળાંકમાં ટ્રક પલટી જતા બે ટુકડા થયા : ડ્રાઈવર-ક્‍લિનરનું મોત

બ્‍લેક સ્‍પોટ અને વધુ પડતા વળાંક તથા ખાડાઓને લીધે અકસ્‍માત સર્જાઈ રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: કપરાડાના હુડા ગામે હાઈવે ઉપર વળાંકમાં ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્‍માતમાં ટ્રકના બે ટુકડાથયા હતા તેમજ ડ્રાઈવર-ક્‍લિનરના કરુણ મોત નિપજ્‍યા હતા.
નાસિક તરફથી આવી રહેલ અને સેલવાસ જઈ રહેલી ટ્રક નં.એ 56 5839 કપરાડાના હુડા ગામે વળાંકમાં ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા બે ટુકડા થઈ ગયા હતા. ગંભીર-કરુણ અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ટ્રક ચાલક મલ્લિકાર્જુન વટકેનું ઘટના સ્‍થળે મોત નિપજ્‍યું હતું. જ્‍યારે ઘાયલ ક્‍લિનર રાજેન્‍દ્ર માણેકને ગંભીર ઈજા પહોંચતા વલસાડ સિવિલમાં ખસેડાયો હતો. જ્‍યાં રવિવારે સાંજના દમ તોડી દેતા ક્‍લિનરનું મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે, કપરાડા હાઈવે ઉપર વધુ પડતા વળાંક તથા બ્‍લેક સ્‍પોટ તેમજ વરસાદી ખાડાઓને લઈને વારંવાર અકસ્‍માતો સર્જાતા રહે છે. ક્‍યારેક જીવલેણ અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનરના મોત પણ નિપજતા હોય છે તેવો વધુ એક અકસ્‍માતે કરૂણાંતિકા સર્જી હતી.

Related posts

વલસાડ ઘડોઈ ગામ આસપાસ વિસ્‍તારમાં દહેશત ફેલાવી રહેલો દિપડો અંતે પાંજરે પુરાયો

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્‍મ જયંતિના ઉપલક્ષમાં સ્‍મૃતિ સભાનું આયોજન

vartmanpravah

સેલવાસના ડોકમરડી ખાતે બસ પલ્‍ટી મારતા પાંચ મુસાફરો ઘાયલ

vartmanpravah

દાનહ નમો મેડિકલ અને રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટમાં ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓ સાથે કરેલી મનનીય ચર્ચા

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશને આદિવાસીઓનું ચક્કાજામ

vartmanpravah

આજે દમણના ક્રિકેટ ખેલાડી ઉમંગ ટંડેલ ગુજરાત ટીમથી કેરલની સામે રણજી ટ્રોફીમાં પદાર્પણ કરશે

vartmanpravah

Leave a Comment