October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોદી સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણી કાર્યનો પ્રારંભ પરિયારી ગામથી કરાશે : આજે જન જાગૃતિ માટે પરિયારી કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ દમણ જિલ્લામાં ફરીથી જમીન માપણીની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી રહી છે. આ માપણીની શરૂઆત દમણના પરિયારી ગામથી કરવામાં આવશે. જે અંતર્ગત આવતી કાલ તા.9 નવેમ્‍બર, 2022ના બુધવારે પરિયારી સ્‍થિત કોમ્‍યુનિટી હોલમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામસભામાં ફરીથી જમીન માપણી સાથે સંબંધિત જાણકારી આપવામાં આવશે. જેમાં ફરીથી માપણીની કાર્યવાહી સિમિત સમયમાં પૂર્ણ કરી શકાય.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લામાં પોર્ટુગીઝ શાસન બાદ પહેલી વખત જમીનની માપણી વર્ષ 1970-1972માં થઈ હતી જે જૂની પધ્‍ધતિઓથી કરવામાં આવી હતી. એની કડીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહ્‌વાનથી ભારત સરકારના ‘ડિજિટલ ઈન્‍ડિયા’ અભિયાન મુજબ ડિજિટલ ઈન્‍ડિયા જમીન રેકોર્ડ અદ્યતનીકરણ ક્રાર્યક્રમ મુજબ થનારી આ જમીન માપણી આધુનિક ટેક્‍નીક અને સાધનોના ઉપયોગથી કરવામાં આવશે.
અત્રેઉલ્લેખનીય છે કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે, પ્રદેશની જનતાને તમામ સુવિધાઓ આધુનિક ટેક્‍નીકલ માધ્‍યમોના ઉપયોગથી ઉપલબ્‍ધ કરાવી શકાય. હાલમાં જ દમણના મામલતદાર કાર્યાલયની પ્રમાણપત્રો અને અન્‍ય દસ્‍તાવેજી સુવિધાઓને ઓનલાઈન કરી દેવામાં આવી છે. ત્‍યારબાદ જમીન માપણી પણ નવી રીતે કરીને જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવામાં આવશે.

Related posts

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

પારડીમાં મામાના ઘરે રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ધરમપુર: બીલપુડી ગામની આદિવાસી દીકરી સ્‍મિતાએ બી.એસ એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

vartmanpravah

વાપીમાં ચોમાસાની તારાજીના દસ્‍તક : રેલ નાળામાં સ્‍કૂલ બસ ફસાતા બાળકોને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના દરિયાઈ વિસ્‍તારમાં સૌરાષ્‍ટ્રના માછીમારો કબજો જમાવી દેવાતા માછીમારોએ આપેલું આવેદન

vartmanpravah

Leave a Comment