December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળકયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: લાયન્‍સ સ્‍કૂલ સેલવાસ દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ સ્‍પીક ફિસ્‍ટ-2024 અંતર્ગત વિવિધ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રતિયોગિતા વિવિધ ચાર વિભાગમાં યોજાઈ હતી. જેમાં ચારે વિભાગમાંવાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્‍કળષ્ટ દેખાવ કરી સિદ્ધિ હાંસલ કરી શાળાને ગૌરવ અપાવ્‍યું છે. જેમાં ગૃપ-1માં કાવ્‍ય પઠન પ્રતિયોગિતામાં ધોરણ પાંચની વિદ્યાર્થીની ઉમૈકા ભારદ્વાજે તૃતિય સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. જ્‍યારે ગૃપ-2 માં વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં ધોરણ સાતની વિદ્યાર્થીની સુમિતા શેખાવતે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતું. ગૃપ-3માં ધોરણ દસની વિદ્યાર્થીની કળપા ઠક્કરે વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં આશ્વાસન ઈનામ પ્રાપ્ત કર્યું હતું. જ્‍યારે ગૃપ-4માં ડિબેટ (પક્ષ) માં ધોરણ અગિયાર ની વિદ્યાર્થીની પૂનમ કારાલે દ્વિતીય સ્‍થાન તેમજ ડિબેટ (વિપક્ષ) માટે ધોરણ અગિયારની વિદ્યાર્થીની અંશિકા મિશ્રાએ દ્વિતીય સ્‍થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે.
જ્‍યારે આશાધામ સ્‍કુલ વાપી દ્વારા ક્‍યુરિઓસીટી કવોસન્‍ટ-2024 ક્‍વિઝ કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ધોરણ સાતનો વિદ્યાર્થી પ્રયાગ કુલકર્ણી અને ધોરણ પાંચનો વિદ્યાર્થી હેરામ્‍બ શર્માએ તૃતિય સ્‍થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્‍યું છે. શાળાના મેનેજમેન્‍ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓ અને એમની માર્ગદર્શક ટીમને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

વાપી નગરપાલિકા દ્વારા સિસ્‍ટમ અંગે સઘન ચેકિંગ: 41 જેટલા મિલકત ધારકોને નોટીસ અપાઈ

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી. જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી પોલીસ દ્વારા વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્‍ચે અકસ્‍માત: વાપીના એક જ પરિવારના ત્રણ લોકોના મોત

vartmanpravah

જીએનએલયુ સેલવાસ કેમ્‍પસ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કોમન લૉ એડમિશન ટેસ્‍ટ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્‍નીની હત્‍યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ

vartmanpravah

Leave a Comment