September 12, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણઃ દુણેઠા ખાતે અઢી વર્ષ પહેલા પત્‍નીની હત્‍યા કરવાની કોશિષમાં પતિને પાંચ વર્ષની જેલ અને રૂા.25 હજારનો દંડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 23
દમણ કોર્ટમાં અઢી વર્ષથી ચાલી રહેલા એક કેસની સુનાવણી આજે કરતા જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રી પી.કે.ર્શાએ આરોપી ઉમેશ દીપક હળપતિને દોષિત જાહેર કરી પાંચ વર્ષની સજા અને રૂા.રપ હજારની સજા સંભાળવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરેખાબેન ઉમેશ હળપતિ (ઉ.વ.36, રહે. દુણેઠા)એ નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પતિ ઉમેશ દીપક હળપતિએ ધારદાર કટરથી તેના ચહેરા ઉપર અને માથાના ભાગે હુમલો કરી તેની હત્‍યા કરવાની કોશિષ કરી હતી. પોલીસ મહિલાની ફરિયાદના આધારે ભારતીય દંડની કલમ 307 અને326ના આધારે ગુનો દાખલ કરી 11 મે, ર019ના રોજ ઉમેશ દીપક હળપતિની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ઘટના સ્‍થળેથી ઉપયોગમાં આરોપીએ ઉપયોગમાં લીધેલ લોહીથી ખરડાયેલું કટર કબ્‍જેકર્યુ હતું. કટરને તપાસ માટે ફોરેંન્‍સિલ લેબમાં મોકલવામાં આવ્‍યું હતું. ફોરેન્‍સિલ લેબના રિપોર્ટ મુજબ સ્‍પષ્‍ટ થઈ થયું હતું કે ફરિયાદી સુરેખાબેનનું જ લોહી છે. જેના આધારે નાની દમણ પોલીસ મથક પ્રભારી શ્રી સોહિલ જીવાણીના નેતૃત્‍વમાં તપાસ અધિકારી શ્રી પીએસઆઈ રાજેન્‍દ્ર પાંડેએ ઘટનાની તપાસ કરી 18મી જુલાઈ, ર019ના રોજ દમણ કોર્ટમાં આરોપ પત્ર રજૂ કર્યો હતો.
જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ શ્રી પી.કે.શર્માએ બુધવારે ઘટનાની સુનાવણી કરતા પુરાવાઓ અને 6 સાક્ષીઓને સાંભળ્‍યા બાદ આરોપી દિપક હળપતિને દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલ અને રૂા.રપ હજારના દંડની સજા સંભાળવી છે. આ ઘટનામાં સરકારી વકીલ શ્રી હરિઓમ ઉપાધ્‍યાયે જોરદાર પેરવી કરી હતી.

Related posts

વાપી આર.કે. દેસાઈ કોલેજનું ગૌરવ પ્રો.ડો. જયંતિલાલ બારીસનું આદિવાસી સાહિત્‍ય મંચ દ્વારા સન્‍માન કરાયું

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા કરચોડમાં ‘માઁ-બેટી સ્‍નેહમિલન’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી એલજી હરિયા શાળા પાલિકા સ્‍વચ્‍છતા સર્વક્ષણ શાળા કેટેગરીમાં પ્રથમ

vartmanpravah

દમણમાં ઓરકેસ્ટ્રા અને ડીજેને પરવાનગી આપવા જિલ્લા કલેક્ટર સમક્ષ સંચાલકોની રજૂઆત

vartmanpravah

દીવ ખાતે G-20 સમિતિના પ્રતિનિધિઓનું ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

માનવતા મહેકાવતી પારડી હોસ્‍પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્‍લાન્‍ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો

vartmanpravah

Leave a Comment