August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલને પગલે તંત્ર જાગ્‍યું: ચીખલી કોલેજ રોડની ડિવાઈડર વચ્‍ચે લગાવે મસમોટા પોસ્‍ટર અને હોર્ડિંગ્‍સ ઉતારી લેવાયા


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી-વાંસદા રાજ્‍યધોરી માર્ગ સ્‍થિત થાલામાં બગલાદેવ સર્કલ પાસેથી ખેરગામ તરફ જતો રાજ્‍યધોરી માર્ગ પર પણ પસાર થાય છે. અને આ સર્કલ પાસે અવાર નવાર ટ્રાફિક પણ સર્જતો હોય છે. તેવામાં હાલે ચીખલીના એક જવેલર્સના દુકાનદારે માર્ગની વચ્‍ચેના ડિવાઈડર પર સર્કલની બન્ને બાજુ લોખંડની ચેનલથી ધણી ઊંચાઈવાળું સ્‍ટ્રક્‍ચર બનાવી પોતાની દુકાનની જાહેરાતના મસમોટા હોર્ડિંગ્‍સ લગાવી દીધા છે. માર્ગ મકાન વિભાગની પરવાનગી વિના સર્કલ બન્નેબાજુના અને ચીખલી કોલેજ સર્કલથી ચીખલી હાઇવે ચાર રસ્‍તા ઓવરબ્રિજ સુધીમાં લાઈટ પોલના થાંભલા ઉપર હોર્ડિંગ્‍સની હારમાળા હતી. અને હાલે ચોમાસાની પણ સિઝન છે. તેવામાં તેજ ગતિથી પવમ ફૂંકાઈ અને આ લોખંડની ચેનલ, હોર્ડિંગ્‍સના કારણે કોઈ જાનહાની થાય તો તે માટે જવાબદાર કોણ ? તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
ઉપરોક્‍ત હકીકત અંગેના અખબારી અહેવાલ બાદ સફાળા જાગેલા માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ યુધ્‍ધના ધોરણે રાજ્‍ય ધોરી માર્ગ વચ્‍ચેના ડિવાઈડર ઉપરના તમામ હોર્ડિંગ્‍સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ હોર્ડિંગ્‍સ જાહેર માર્ગ ઉપર લાગેલા હોવા છતાં સ્‍થાનિક માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ગાંધારીની ભૂમિકા ભજવતા હોય તેમ જાહેર હિતને નેવે મૂકી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ અખબારી અહેવાલ બાદ અધિકારીઓએ સક્રિયતા દાખવતા લોકોને રાહત થવા પામી છે.

જાહેર માર્ગ પર બેનરો નહીં લગાવી શકાય
માર્ગ મકાનના કાર્યપાલક ઈજનેર મનીષભાઈના જણાવ્‍યાનુસાર થાલામાં રાજ્‍ય ધોરી માર્ગ સહિત જાહેર માર્ગ પરના ડિવાઈડર પર હોર્ડિંગ્‍સ દૂર કરવા બાબતે અમે સૂચના આપી છે. અને જાહેર માર્ગ ઉપર આવી રીતે કોઈ હોર્ડિંગ્‍સ કે બેનરો લગાવી શકાતા નથી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણ પોલીસે ‘નશામુક્‍ત પખવાડા’ની કરેલી ઉજવણીઃ શાળાના વિદ્યાર્થીઓ માટે નિબંધ, ચિત્રકળા સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ ગણદેવી નવસારી ખાતે નવનિર્મિત સાંસ્કૃતિક ગૌધામ તેમજ મૂર્તિ પ્રતિષ્‍ઠાનો ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશન દ્વારા 835 પિધ્‍ધડો ઝડપાયા

vartmanpravah

દાનહ અને દમણ દીવ ભાજપા દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

Leave a Comment