Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.03: ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામમાં સાકાર વાંચન કુટીર ખાતે ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાષાી જયંતિ નિમિત્તે સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
સાકાર જીવન વિકાસ ટ્રસ્‍ટ મુંબઈના સૌજન્‍યથી નિર્મિત સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરી ખાતે સાકાર જીવન વિકાસ ટ્રસ્‍ટ મુંબઈના ફાઉન્‍ડર હિતેનભાઈ ભુતાના આર્થિક સહયોગથી વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં ઉપયોગી પુસ્‍તકો અર્પણ કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમમાં સાકાર વાંચન કુટીરમાં અભ્‍યાસ કરતા વાચકોને વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારીઅંગેનું માર્ગદર્શન તથા 15 હજાર રૂપિયાનું સાહિત્‍ય આપવામાં આવ્‍યું હતું. સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરીમાં નાની ઢોલડુંગરી, બામટી, વિરવલ, ખટાણા, મોટી ઢોલડુંગરી વગેરે ગામના યુવાનો યુવતીઓ વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે આવતા હોય છે. જે ગ્રામ્‍ય લાઇબ્રેરીની સફળતા કહી શકાય છે.
Rainbow warrior’s dharampur ની અનોખી પરંપરા મુજબ સાકાર વાંચન કુટીર નાની ઢોલડુંગરીના વાચક તથા 3 પરીક્ષા પાસ કરનાર સંદીપભાઈ કમીનભાઈ પટેલ (વર્ક આસિસ્‍ટન્‍ટ, પાણી પુરવઠા, સર્વેયર રેવન્‍યુ વિભાગ, સર્વેયર ફોરેસ્‍ટ વિભાગ), નીતાબેન પટેલ (વોકેશનલ ટ્રેનર, માધ્‍યમિક શાળા કૈલાસ ઓવારા, વલસાડ) તથા નિમેષભાઈ ગાંવિત (નાયબ ઓડિટર એલ એફ. નવસારી)નું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંજયભાઈ BRC CO. કપરાડા,  Rainbow warriors ધરમપુરના કો. ઓ શંકરભાઈ પટેલ, ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક ડૉ. વિરેન્‍દ્ર ગરાસીયા, કિરણભાઈ પટેલ માજી સરપંચ, સુભાષ બારોટ શિક્ષક આવધા, નીતાબેન પટેલ, મિતેષ પટેલ અને પ્રજ્ઞેશ પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. સૌ મહાનુભાવોએ વાચકોને વિવિધ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી અંગેનું માર્ગદર્શન તથા પુસ્‍તકના મહત્‍વ વિશે સમજ આપી સૌ વાચકોને પ્રોત્‍સાહિત કર્યા હતાતથા સફળતા માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી.
-000-

Related posts

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

દાનહ જિ.પં.ની સામાન્‍ય સભામાં શાસક પાંખે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કામો નહી થઈ રહ્યા હોવાનો કરેલો સ્‍વીકાર

vartmanpravah

ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્‍ટે.માં ધસી ગયા

vartmanpravah

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

vartmanpravah

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

vartmanpravah

પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું

vartmanpravah

Leave a Comment