February 19, 2026
Vartman Pravah
Other

સેલવાસથી દારૂ ભરેલ આઈ20 કારને એલસીબીએ ખેરલાવથી ઝડપી પાડી


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: વલસાડ એલસીબી ટીમના પોલીસ કોન્‍સ્‍ટેબલ કનકસિંહ અને રજનીકાંત ગત રાત્રે પારડી હદ વિસ્‍તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સેલવાસથી એક આઈ20 કાર નં.જીજે-15-સીબી-0964માં દારૂનો જથ્‍થો ભરી બુટલેગર આવી રહ્યો હોવાની બાતમી મળતા એલસીબીએ પારડીના ડુમલાવ ગામે ભવાની માતાજીના મંદિર આગળ વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાતે સાડા બારેક વાગ્‍યે બાતમી વાળી કાર ત્‍યાંથી પસાર થતા પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરતા બુટલેગરે કારને પૂરપાટ ઝડપે ખેરલાવ રોડ પર હંકારી મૂકી હતી. જેનો પોલીસે પીછો કરતાં કાર ખેરલાવ પ્રાથમિક શાળા પાસે વળાંક વાળા રોડ પરથી નીચે ઉતરી જતા કાર ચાલક રિષભ ગોપાલ દુબે રહે.સલથાણા પાટીશાળા પલસાણા સુરત કાર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે આઈ20 કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 930 જેની કિંમત રૂ97,600/-નો જથ્‍થો મળી આવતા રૂા.3,00,000ની કાર મળી 3,97,800નો મુદ્દામાલજપ્ત કરી ભાગી છૂટેલો રિષભને વોન્‍ટેડ જાહેર કર્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને આ કારમાંથી અન્‍ય બે નંબર પ્‍લેટો જીજે-27-બીએલ-9482 નંબર લખેલી મળી આવી હતી. જેને લઈ કારમાં ખોટી નંબર પ્‍લેટ લગાવી હોવાનું પણ બહાર આવ્‍યું હતું.

Related posts

સેરેબ્રલ પાલ્‍સી સ્‍પોર્ટ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા અંતર્ગત ચંદીગઢ ખાતે આયોજીત નેશનલ સી.પી. તાઈક્‍વૉન્‍ડો ચેમ્‍પિયનશીપમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દિવ્‍યાંગ રમતવીરોએ મેળવેલી ઐતિહાસિક સિદ્ધિ

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

શનિવારે કચીગામ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચી લોકોને વિવિધ સરકારી યોજનાઓથી માહિતગાર કરાયા

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત રિલાયન્‍સ આંતર જિલ્લા ટુર્નામેન્‍ટની કમ્‍બાઈન્‍ડ ટીમનું નેતૃત્‍વ દમણના જાનવ કામલી કરશે

vartmanpravah

સેલવાસની પ્રમુખ વિહાર સોસાયટીમાં આવેલ દુકાનમાં ચોરી અને અન્‍ફ બે ફલેટમાં ચોરીનો થયેલો પ્રયાસ

vartmanpravah

Leave a Comment