April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે ઉપર પેટ્રોલ ભરેલુ હેવી ટેન્‍કર ખાડામાં પટકાયું : પેટ્રોલ લીકેજ નહીથતા મોટી હોનારત ટળી

ટેન્‍કર હજીરાથી પેટ્રોલ ભરી વાપી તરફ આવી રહ્યું હતું : ચાલકનો આબાદ બચાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: પારડી હાઈવે ઉપર ગુરુવારે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. એક પેટ્રોલ ભરેલું હેવી ટેન્‍કર ખાડામાં પટકાતા દોડધામ મચી જવા પામી હતી.
પારડી હાઈવે ઉપર પેટ્રોલ પમ્‍પની સામે હજીરાથી પેટ્રોલ ભરીને વાપી તરફ જઈ રહેલું હેવી ટેન્‍કર નં.જીજે 06 3332 ના ચાલકે કાબુ ગુમાવતા ટેન્‍કર ખાડામાં પટકાયું હતું. અકસ્‍માતમાં ચાલકનો ચમત્‍કારિક બચાવ થયો હતો. સદ્દનસીબે હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ પેટ્રોલ ટેન્‍કરમાંથી પેટ્રોલ લીકેજ નહોતું થયું. નહીતર મોટી હોનારત સર્જાઈ જાત તેથી હોનારત ટળી હતી. આગળની કાર્યવાહી પારડી પોલીસે હાથ ધરી હતી.
હાઈવે ઉપર વિચિત્ર અકસ્‍માતો સર્જાતા રહે છે. આ અકસ્‍માતમાં ખાડો ના હોત તો ટેન્‍કર સીધુ પેટ્રોલ પમ્‍પમાં ઘૂસી જાય તેવી ગંભીર પરિસ્‍થિતિ પણ ઉભી થવા પામી હતી.

Related posts

વલસાડ પારડીમાં મોબાઈલ ટાવરનું બાંધકામ અટકાવવા માટે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

vartmanpravah

રાનકુવા બસ સ્‍ટેન્‍ડ પર ઉભેલા વૃધ્‍ધને અજાણ્‍યા શખ્‍સો કારમાં બેસાડી સોનાના દાગીના સેરવી ગયા

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે : ચીખલી હાઈવે ચાર રસ્‍તા પાસે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે ખાડાઓ પુરતા વાહન ચાલકોને રાહત

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

પારડીમાં મામાના ઘરે રહેતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

Leave a Comment