(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં તારીખ:૨૧/૦૮/૨૦૨૪ બુધવારના રોજ IQAC ના નેજા હેઠળ તેમજ સંસ્થાની ઇનોવેશન કાઉન્સિલ (IIC) દ્વારા “વિશ્વ ઉદ્યોગસાહસિક દિવસ-૨૦૨૪” ની ઉજવણી નિમિતે “નિષ્ફળતા આલિંગન: ધ સ્ટેપિંગ સ્ટોન ટુ એન્ટરપ્રેન્યોરિયલ સક્સેસ” ના વિષય ઉપર ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી જેવી જુદી-જુદી ભાષાઓમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વક્તૃત્વ સ્પર્ધાનું માર્ગદર્શન સંસ્થાના એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર અને કોલેજના આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડેના દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કો-ઓર્ડીનેટર આસીસ્ટન્ટ પ્રોફેસર શિવાંગીની આર. દેસાઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમજ તકનીકી સહાયક આસીસ્ટન્ટ પ્રોફેસર ધ્રુવી વ્યાસ દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન IIC કન્વીનર ડૉ. નેહા દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડેએ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતાના મૂલ્ય વિશે વિસ્તૃત માહિતી આપી તેમને પ્રેરિત કર્યા હતા. જેમાં બી. ફાર્મના દરેક વર્ષના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ ઇવેન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિક ભાવનાને પ્રોત્સાહિત અને પ્રેરણા આપી તેમના વિચારો અને અનુભવો વ્યક્ત કરવા તેમજ નિષ્ફળતામાંથી કેવી રીતે સફળતા તરફના પગથિયામાં પરિવર્તિત કરી શકાય તેવી અંત્યંત મૂલ્યવાન આંતરદૃષ્ટિ માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વક્તૃત્વ સ્પર્ધાના મુલ્યાંકન જુદા-જુદા ઇવાલ્યુએટર્શ દ્વારા થઇ હતી. જેમાં ઇંગ્લિશની વક્તૃત્વ સ્પ્રધામાં આસીસ્ટન્ટ પ્રોફેસરો વિધિ પટેલ, હર્ષ લાડ, ખુશ્બુ પટેલ, લાવણ્યા નાયર તેમજ હિન્દીની વક્તૃત્વ સ્પ્રધામાં અસોસિએટ પ્રોફેસર શેતલ દેસાઈ, આસીસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સિંહ તદુપરાંત ગુજરાતીની વક્તૃત્વ સ્પ્રધામાં અસોસિએટ પ્રોફેસર ભૂમિ પટેલ અને આસીસ્ટન્ટ પ્રોફેસર સંજયભાઈ સરવૈયા જેવા ઇવાલ્યુએટર્શઓ દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જેમાં ઇંગ્લિશ ભાષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને અલિશા શેખ, દ્વિતીય સ્થાને ઈશિકા સિંગ, સીમા સિરવી અને તૃતિય સ્થાને હિમાની નાગફાશે, નંદિની વર્મા વિજેતા બન્યા હતા. હિન્દી ભાષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને પ્રીતિ તિવારી, દ્વિતીય સ્થાને શિવાની સિંગ અને તૃતિય સ્થાને ઓમ સદરાની જીત્યા હતા. ગુજરાતી ભાષાની વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાને હર્ષા ગંગાની, દ્વિતીય સ્થાને આંચલ ભાનુશાલી અને તૃતિય સ્થાને વૃતિ ભંડારી વિજેતા બન્યા હતા. આ દરેક વિજેતાઓને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું.
જે બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિસ્વામીજી, સંસ્થાના ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, કેમ્પસ શૈક્ષણિક એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડિરેકટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, આચાર્યશ્રી ડો. સચિન બી. નારખેડે અને તમામ સ્ટાફે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
