January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે.વી. પાંડવ અને ઉમરગામ પાલિકાના ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નટેવર્ક)
સરીગામ, તા.૦૫: ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર અને ઉમરગામ પાલિકામાં ચીફ ઓફિસરની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ઉપર રાજ્ય સરકારે નિમણૂક આપતા અટવાઈ રહેલા પ્રજાના કાર્યોમાં વેગ આવશે એવું જણાઈ રહ્યું છે. ઉમરગામ મામલતદાર તરીકે કુ. જે વી પાંડવની નિમણૂક કરવામાં આવી છે જે હાલમાં મહેસાણા જિલ્લામાં બેચરાજી મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા. ઉમરગામ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતાં અમિત ઝડફિયાને એન્ટીકરપ્શન ની ટીમે લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા બાદ આ જગ્યા ખાલી પડી હતી. તેવી જ રીતે ઉમરગામ પાલિકા માં ફરજ બજાવતા ચીફ ઓફિસર બારોટની બદલી થયા બાદ કાયમી ચીફ ઓફિસરની નિમણૂકની જરૂરિયાત જણાય રહી હતી. જે જગ્યા ઉપર ચીફ ઓફિસર તરીકે અતુલ ચંદ્ર સિંહાની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

Related posts

દીવમાં સુશાસન સપ્તાહ અંતર્ગત વણાકબારા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણ આંટિયાવાડના સરપંચે સમુહ ભોજનનું આયોજન કરી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી ચણોદમાં ટેમ્‍પો રિવર્સ કરતા અચાનક આગ લાગી: ડ્રાઈવરને કરંટ લાગતા ફેંકાઈ ગયો

vartmanpravah

દમણ જિલ્લા સ્‍તરીય અંડર-14 ખો-ખો(ગર્લ્‍સ)ની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી ઝરીની અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

તાલુકા કક્ષાની ખો ખો માં સલવાવ સ્‍કૂલની ભાઈઓતથા બહેનોની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

Leave a Comment