April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે અતિવૃષ્ટિથી પાણીમાં ગરકાવ અનેક ગામો સંપર્ક વિહોણા: સ્થાનિકો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૧
છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદનો અતિવૃષ્ટિનો માહોલ સાર્વત્રિક જાવા મળી રહ્ના છે. વધુ વરસાદને લઈ કપરાડા વિસ્તારના કરચોંડ અને ફત્તેપુર ગામનો કોઝવે નદીના પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક અને ગામો સંપર્ક વિહોણા બની ગયાની કપરી સ્થિતિ નિર્માણ પામી છે.
કપરાડાના કરચોંડ અને ફત્તેપુર ગામ વચ્ચે વહેતી તુલસી નદી ઉપરનો કોઝવે બેસુમાર વરસાદને લઈ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. પરિણામે વારોલી જંગલ, કાઉચl જેવા ગામો સહિત અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. છેલ્લા બે દિવસથી ભારે વરસાદ કપરાડા વિસ્તારમાં પડી રહ્ના છે તેથી નદી, નાળા અને કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. ખાસ કરીને કરચોંડ ફત્તેપુર ગામ વચ્ચે તુલસી નદી ઉપરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે તેથી સ્થાનિક ગ્રામવાસીઓ નોકરી-ધંધા ઉપર જવા આવવાની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે તેથી કેટલાક તો જીવના જાખમે કોઝવે પાર કરી રહ્ના હોવાનું જાવા મળી રહ્નાં છે.
ઓછી ઊંચાઈ ધરાવતા કોઝવે પ્રત્યેક ચોમાસામાં ડૂબી જતા હોવાથી સમસ્યા આ વિસ્તારનો લોકો વર્ષોથી કરી રહ્ના છે પરંતુ લાંબાગાળાનું આયોજન કે સગવડ ઉપલબ્ધ કરાવવાની વહીવટીતંત્રમાં જાવા નથી મળી રહી.

Related posts

પારડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન જાગરણ અભિયાન અંતર્ગત લોક જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દમણ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વીજ પોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

Leave a Comment