(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.30: દાદરા નગર હવેલીના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વિસ્તાર એવા આંબોલી ગામના માનીપાડાના ગરીબ પરિવારના વૃદ્ધ દંપતિને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને સાંભળવાની ઘણી ઈચ્છા હતી. પરંતુ એમની પાસે કોઈ જ સુવિધા ન હતી. એમની ભાવના અંગેની માહિતી ભાજપ અગ્રણી શ્રી સંતુભાઈ પવારે ખાનવેલ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજય રાઉતને આપતા તેમણે તાત્કાલિક નવો રેડિયો ખરીદી વૃદ્ધ દંપતિને ભેટ આપ્યો હતો. આ રેડિયોના સહારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મનની વાતને સાંભળવા તત્પર બનેલા આંબોલી માનીપાડાના વૃદ્ધ દંપતિએ ખુબ જ શાંત ચિત્તે સાંભળી હતી અને તેઓ ભાવવિભોર બન્યા હતા.
