July 29, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દૂધનીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા દૂધની ગ્રામ પંચાયતના તમામ ગામો (દૂધણી અને કરચોંડ)માં આજે સવારે 11.30 કલાકે ‘પ્રશાસન આપકે દ્વાર’ લોક દરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ લોક દરબારમાં વહીવટીતંત્રના અનેક અધિકારીઓ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્‍યો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોની સ્‍થાનિક સમસ્‍યાઓ સાંભળવામાં આવી હતી અને સમય મર્યાદામાં ઉકેલવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
જનતાની સમસ્‍યાઓને ધ્‍યાને રાખી દૂધની ગ્રામ પંચાયતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રેશનકાર્ડ, વિવિધ જરૂરી પ્રવેશ, પેન્‍શન, વીજ જોડાણ વગેરે માટે ખાસ કેમ્‍પ યોજવા વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને તેના નિરાકરણ માટે ગ્રામ્‍ય સ્‍તરે જ તમામ વિવિધ સમસ્‍યાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધરાશે.

Related posts

પારડીમાં દારૂડિયા પતિએ અડધી રાતે પત્‍નીને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમની ટીમે પતિને પાઠ ભણાવ્‍યા

vartmanpravah

આજે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને પ્રદેશમાં સેવા દિવસ તરીકે મનાવાશે

vartmanpravah

આર. કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

કૃષિ પ્રાયોગિક કેન્દ્ર પરીયા ખાતે કેરીની વિવિધ જાતોનું ૧૮ અને ૧૯ મી ના રોજ પ્રદર્શન યોજાશે

vartmanpravah

ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ આર્મી અધિકારીઓની કાર સાથે ડમ્‍પર ભટકાતા અકસ્‍માત

vartmanpravah

Leave a Comment