-
પ્રાકૃતિક ખેતી અંતર્ગત મળેલી બેઠકમાં પ્રાકૃતિક ખેતીના ભાગરૂપે આંબા મહોત્સવની પણ ચર્ચા થઈ
-
વલસાડ જિલ્લામાં 28800ના લક્ષ્યાંક સામે 13049 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા: જિલ્લા 3 વર્ષમાં 3433 લાભાર્થીઓને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે રૂા. 1.85 કરોડ ચુકવાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે તા.15મી ઓગસ્ટ 2023 પહેલા વલસાડ જિલ્લામાં એક ગ્રામ પંચાયત દીઠ ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તે સંદર્ભે તા.19 જાન્યુ.ને ગુરૂવારે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકળતિકખેતી તરફ વળે તે માટે આહ્વાન કરાયું હતું.
બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકળત્તિક ખેતી તરફ વળે તેના પર ભાર મુકી જણાવ્યું કે, ખેડૂતોએ પોતાની જમીનના કુલ ભાગમાંથી એક ભાગમાં પણ પ્રાકળત્તિક ખેતીની શરૂઆત કરવી જોઈએ. આ ખેતી થકી જે ઉત્પાદન થાય છે તેના વેચાણ માટે પણ સ્ટ્રક્ચર બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કલેકટરશ્રીએ વધુમાં કહ્યું કે, જે ખેડૂતોએ કેરીના મોર પર દવા છાંટી ન હોય તો તેવા ખેડૂતો પણ પ્રાકળત્તિક ખેતી તરફ વળી શકે છે. જે માટે આંબા મહોત્સવનું પણ આયોજન કરીશું જે પ્રાકળત્તિક ખેતી તરફ એક મહત્વનું પગલું ગણાશે. પ્રાકળત્તિક ખેતી કરતા ખેડૂતોને સરકારની યોજના અંતર્ગત દેશી ગાય મળે તેવી વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું હતું. વધુમાં તેમણે બાગાયત ખેતી પણ પ્રાકળતિક ખેતી તરફ વળે તે માટે બેઠકમાં ઉપસ્થિત સંબંધિત ખાતાના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો અને પ્રાકૃતિક કળષિ મંડળના સભ્યોને આહ્વાન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીએ પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરી અન્ય ખેડૂતો પણ પ્રાકળત્તિક ખેતી તરફ વળે તે માટે અનુરોધ કર્યો હતો.
બેઠકમાંએગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી (આત્મા) પ્રોજેક્ટના વલસાડ જિલ્લાના ડાયરેક્ટર ડી.એન.પટેલે જણાવ્યું કે, એક ગામ દીઠ 75 ખેડૂતો પ્રમાણે જિલ્લાના 384 ગામડાના કુલ 28800 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેની સામે હાલમાં 13049 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થયા છે. લક્ષ્યાંકની સામે જિલ્લામાં હાલ 45.31 ટકા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જિલ્લામાં 19 ગામ એવા છે કે જે ગામમાં 75 ખેડૂતો સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા 22560 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ફેબ્રુઆરી સુધીમાં વધુ 6000 ખેડૂતોને તાલીમ આપવામાં આવશે. દેશી ગાય યોજના પર પ્રકાશ પાડતા શ્રી પટેલે વધુમાં જણાવ્યું કે, દેશી ગાય દ્વારા ખેડૂતોને પ્રાકળતિક ખેતીમાં સરળતા પડી રહી છે. જિલ્લામાં વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 દરમિયાન દેશી ગાય નિભાવ ખર્ચ માટે કુલ 3433 અરજી મંજૂર કરી હતી. જે લાભાર્થીઓના બેંક ખાતામાં કુલ રૂ. 1,85,38,200 જમા કરવામાં આવ્યા છે.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન્ચાર્જ નિયામક એ.કે.કલસરીયા, આઈએએસ ઓફિસર નિશા ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારીએ.કે.ગરાસિયા, આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેકટર વિમલ પટેલ, બાગાયત ખાતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર આરીફહુસેન વોરા, પશુપાલન શાખાના ઈન્ચાર્જ મદદનીશ પશુપાલન નિયામક પ્રિયાંક પટેલ અને જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.