July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના નાના વાઘછીપા ખાતે ટેમ્‍પાએ સામેથી અર્ટિગાને ટક્કર મારતા અર્ટિગામાં સવાર સિનિયર સીટીજનો ઈજાગ્રસ્‍ત

108 દ્વારા તમામને સારવાર અર્થે પારડી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા: ટેમ્‍પો ચાલક અકસ્‍માત કરી ભાગી છૂટયો

વાંકલ અને રાબડી ખાતે રહેતા રજપૂત પરિવારના સભ્‍યો સેલવાસ નરોલીના બોરિગામ ખાતેથી બેસણાંમાંથી પરત ફરી રહ્યાં હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.23: વલસાડના વાંકલ અને રાબડી ખાતે રહેતા રજપૂત પરિવારના સિનિયર સિટીઝન સદસ્‍યો 1.રતિલાલ નાથુભાઈ પઢિયાર ઉંમર વર્ષ 72 રહે.વાંકલ, 2.મંજુલાબેન રતિલાલ પઢિયાર ઉંમર વર્ષ 65 રહે.વાંકલ, 3.સુંદરબેન રમણલાલ પઢિયાર ઉંમર વર્ષ 82 રહે.વાંકલ, 4.જીતેન્‍દ્ર રતિલાલ પઢિયાર ઉંમર વર્ષ 40 રહે વાંકલ, 5.ફતેસિંહ રતિલાલ ચૌહાણ ઉંમર વર્ષ 70 રહે.રાબડી અને6.રસીલાબેન ફતેસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 60 રહે.રાબડી તમામ સેલવાસના નરોલી બોરીગામ ખાતે આવેલ સબંધીને ત્‍યાં બેસણાંના પ્રસંગમાં હાજરી આપી ત્‍યાંથી પરત વાંકલ પોતાના ઘરે પોતાની અર્ટિકા ગાડી નંબર જીજે 15 સીકે 9065 માં સવાર થઈ ફરી રહ્યા હતા.
આ દરમ્‍યાન પારડીના નાના વાઘછીપા કસ્‍તુર ફાર્મ ત્રણ રસ્‍તા પાસે મહારાષ્‍ટ્રથી ટામેટાં ભરી પુરપાટ ઝડપે આવી રહેલ ટેમ્‍પા નંબર આરજે 19 જીજી 9254 ના ચાલકે અર્ટિગાને સામેથી ટક્કર મારી અર્ટિગાને રોડથી દુર નીચે સુધી ઘસડી જઈ અકસ્‍માત કરી ત્‍યાંથી ભાગી છૂટયો હતો.
અકસ્‍માતને લઈ અર્ટિગામાં સવાર તમામ સિનિયર સિટીઝન સદસ્‍યો ઈજાગ્રસ્‍ત થતાં તમામને 108 દ્વારા પારડી હોસ્‍પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હતા.

Related posts

દમણના કચીગામ ખાતેથી 740 બોટલ ગેરકાયદે દારૂ ઝડપતું એક્‍સાઈઝ વિભાગ

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસભર ધોધમાર વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment