October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર ખાડામાં પટકાયેલ આર્મી અધિકારીઓની કાર સાથે ડમ્‍પર ભટકાતા અકસ્‍માત

આર્મી અધિકારી સુરતથી મુંબઈ જતા હતા : હાઈવેના વરસાદી ખાડાઓએ વધુ એક અકસ્‍માત સર્જ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી નજીક બલેરો કારમાં મુંબઈ જઈ રહેલા આર્મી બે અધિકારીઓની કાર ફલા હોટલ સામે ખાડામાં પટકાઈ હતી. પાછળથી આવતાડમ્‍પરે કારને ટક્કર મારી દેતા કારનો કુરચો બોલી ગયો હતો. અકસ્‍માતમાં આર્મી અધિકારીઓનો ચમત્‍કારિક બચાવ થયો હતો.
વરસાદી ખાડાઓએ હાઈવે ઉપર બેહાલી સર્જી છે. હજુ પણ ખાડાઓને લઈ અકસ્‍માત સર્જાઈ રહ્યા છે. ગત સાંજે સુરતથી બલેરો કાર નં.ડીએલ 9 સીએમ 0807 માં બે આર્મી અધિકારી મુંબઈ તરફ જઈ રહ્યા હતા ત્‍યારે વલસાડ ગુંદલાવ ચોકડી ફલા હોટલ સામે કાર અચાનક ખાડામાં પટકાઈ હતી તે દરમિયાન પાછળથી આવતા ડમ્‍પર કાર સાથે ધડાકાભેર ભટકાતા કારનો કુરચો બોલાઈ ગયો હતો. જો કે સર્જાયેલ ગંભીર અકસ્‍માત બન્ને આર્મી અધિકારીઓનો ચમત્‍કારિક બચાવ થયો હતો. અકસ્‍માત બાદ હાઈવે પોલીસ ઘટના સ્‍થળે પહોંચીને મામલો સંભાળી લીધો હતો.

Related posts

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

vartmanpravah

SUVમાં પગ મૂકવાના ભાગે બનાવેલા ચોર ખાનામાંથી દારૂ ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજની ખેલાડી બેહેનોની ફૂટબોલ સ્‍પર્ધા માટે રાષ્‍ટ્રીય કક્ષાએ પસંદગી

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

vartmanpravah

દાનહના દૂધની નજીક કૌંચા ખાતે યોજાયેલ બેઠક દાનહમાં કોંગ્રેસે પોતાના જનાધારને વધારવા શરૂ કરેલા પ્રયાસોઃ કોંગ્રેસના વિજયને સુનિશ્ચિત કરવાનો સંકલ્‍પ

vartmanpravah

Leave a Comment