108 દ્વારા તમામને સારવાર અર્થે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા: ટેમ્પો ચાલક અકસ્માત કરી ભાગી છૂટયો
વાંકલ અને રાબડી ખાતે રહેતા રજપૂત પરિવારના સભ્યો સેલવાસ નરોલીના બોરિગામ ખાતેથી બેસણાંમાંથી પરત ફરી રહ્યાં હતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.23: વલસાડના વાંકલ અને રાબડી ખાતે રહેતા રજપૂત પરિવારના સિનિયર સિટીઝન સદસ્યો 1.રતિલાલ નાથુભાઈ પઢિયાર ઉંમર વર્ષ 72 રહે.વાંકલ, 2.મંજુલાબેન રતિલાલ પઢિયાર ઉંમર વર્ષ 65 રહે.વાંકલ, 3.સુંદરબેન રમણલાલ પઢિયાર ઉંમર વર્ષ 82 રહે.વાંકલ, 4.જીતેન્દ્ર રતિલાલ પઢિયાર ઉંમર વર્ષ 40 રહે વાંકલ, 5.ફતેસિંહ રતિલાલ ચૌહાણ ઉંમર વર્ષ 70 રહે.રાબડી અને6.રસીલાબેન ફતેસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 60 રહે.રાબડી તમામ સેલવાસના નરોલી બોરીગામ ખાતે આવેલ સબંધીને ત્યાં બેસણાંના પ્રસંગમાં હાજરી આપી ત્યાંથી પરત વાંકલ પોતાના ઘરે પોતાની અર્ટિકા ગાડી નંબર જીજે 15 સીકે 9065 માં સવાર થઈ ફરી રહ્યા હતા.
આ દરમ્યાન પારડીના નાના વાઘછીપા કસ્તુર ફાર્મ ત્રણ રસ્તા પાસે મહારાષ્ટ્રથી ટામેટાં ભરી પુરપાટ ઝડપે આવી રહેલ ટેમ્પા નંબર આરજે 19 જીજી 9254 ના ચાલકે અર્ટિગાને સામેથી ટક્કર મારી અર્ટિગાને રોડથી દુર નીચે સુધી ઘસડી જઈ અકસ્માત કરી ત્યાંથી ભાગી છૂટયો હતો.
અકસ્માતને લઈ અર્ટિગામાં સવાર તમામ સિનિયર સિટીઝન સદસ્યો ઈજાગ્રસ્ત થતાં તમામને 108 દ્વારા પારડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.