(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.23: વાપી ચલા દમણ ચેકપોસ્ટ નજીક આવેલ એક શોપિંગ મોલના ધાબા ઉપર ગતરોજ સાંજે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. એક યુવક ધાબા ઉપર નગ્ન અવસ્થામાં દીવાલ ઉપર ચઢી ગયો હતો. યુવકને આ સ્થિતિમાં લોકો જોઈ જતા ટોળું ભેગુ થઈ ગયું હતું. લોકોએ યુવકને સમજાવીનીચે ઉતરવાનું સમજાવેલ પણ તમામ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા હતા. અંતે કેટલાક લોકો ઉપર ચઢીને યુવકને ફોસલાવી સમજાવી નીચે ઉતાર્યો હતો. પરંતુ યુવક નશામાં ચૂર હતો, કંઈ બતાવાની સ્થિતિમાં નહોતો. થોડી વાર બાદ યુવક અંધારામાં કયાંક ચાલી ગયો હતો. યુવક કોણ હતો તેવી કોઈ જાણકારી કે માહિતી બહાર આવી શકી નહોતી. જોકે ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
