October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ભોમા પારડી-કાંજણ રણછોડ ગામે વહેતી વાંકી નદીમાં કાર પસાર કરવી ભારે પડી : કારે જળ સમાધી લીધી

ગ્રામજનોએ ટ્રેક્‍ટરથી પાણીમાં તણાતી ડૂબતી કારને બચાવા અથાક પ્રયાસો કર્યા પણ વ્‍યર્થ ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વલસાડ જિલ્લામાં શનિવારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસના વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહી રહી છે. તેમ છતાં કેટલાક લોકો ભરપુર વહેતા નદીના વહેણમાંથી કાર પસાર કરવાના દુસાહસો કરતા રહે છે. કંઈક તેવી ઘટના આજે વલસાડ ભોમા પારડી-કાંજી રણછોડ ગામે જોવા મળી હતી. અહીં વહેતી વાંકી નદીના વહેણમાંથી કાર પસાર કરવાનું એક કાર ચાલકે દુશાહસકરેલું ભારે પડયું હતું. ધસમસતા નદીના વહેણમાં કારે જોતજોતામાં બળ સમાધી લઈ લીધી હતી. જો કે ચાલકનો બચાવ થયો હતો.
ભોમા પારડી કાંઝીવરણ ગામે વહેતી વાંકી નદીના વહેણમાં એક કાર ચાલકને કાર પસાર કરવાનું દુસાહસ કરવું ભારે પડયું હતું. ધસમસતા વહેણમાં કાર તણાવા લાગી હતી. ગ્રામજનો ટ્રેક્‍ટર લઈને દોડી આવ્‍યા હતા. ટ્રેક્‍ટરથી કારને બાંધી ડૂબતી કારને બચાવા ખુબ પુરુષાર્થ કર્યો હતો. પરંતુ પાણીની તાકાતને લઈ કાર જોતજોતામાં પાણીમાં ડૂબી જળ સમાધી લઈ લીધી હતી.

Related posts

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

વલસાડ હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિંદુ પર થતા અત્‍યાચાર વિરોધમાં જનજગૃતિ રેલી યોજાઈ

vartmanpravah

વિધાનસભા સામાન્‍ય ચૂંટણીના નિરીક્ષણ અર્થે નવસારી જિલ્લામાં ઓબ્‍ઝર્વરોની નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

Leave a Comment