ગ્રામજનોએ ટ્રેક્ટરથી પાણીમાં તણાતી ડૂબતી કારને બચાવા અથાક પ્રયાસો કર્યા પણ વ્યર્થ ગયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.24: વલસાડ જિલ્લામાં શનિવારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસના વરસાદને લઈ નદીઓ બે કાંઠે વહી રહી છે. તેમ છતાં કેટલાક લોકો ભરપુર વહેતા નદીના વહેણમાંથી કાર પસાર કરવાના દુસાહસો કરતા રહે છે. કંઈક તેવી ઘટના આજે વલસાડ ભોમા પારડી-કાંજી રણછોડ ગામે જોવા મળી હતી. અહીં વહેતી વાંકી નદીના વહેણમાંથી કાર પસાર કરવાનું એક કાર ચાલકે દુશાહસકરેલું ભારે પડયું હતું. ધસમસતા નદીના વહેણમાં કારે જોતજોતામાં બળ સમાધી લઈ લીધી હતી. જો કે ચાલકનો બચાવ થયો હતો.
ભોમા પારડી કાંઝીવરણ ગામે વહેતી વાંકી નદીના વહેણમાં એક કાર ચાલકને કાર પસાર કરવાનું દુસાહસ કરવું ભારે પડયું હતું. ધસમસતા વહેણમાં કાર તણાવા લાગી હતી. ગ્રામજનો ટ્રેક્ટર લઈને દોડી આવ્યા હતા. ટ્રેક્ટરથી કારને બાંધી ડૂબતી કારને બચાવા ખુબ પુરુષાર્થ કર્યો હતો. પરંતુ પાણીની તાકાતને લઈ કાર જોતજોતામાં પાણીમાં ડૂબી જળ સમાધી લઈ લીધી હતી.