December 2, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના પોર્ટુગલ શાસનથી મુક્‍તિના સંદર્ભમાં લખાયેલ પુસ્‍તક ‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’નું નવી દિલ્‍હીમાં વિમોચન કરાયું

પુસ્‍તકના લેખક નિલેશ કુલકર્ણી દાનહના આદિવાસી સ્‍વાતંત્ર્ય સેનાની જતરુબેન ધુમની પૌત્રી રૂચિતા ધુમે સડસડાટ અંગ્રેજી ભાષામાં કરેલી વાતચીત અને તેણી એમ.બી.એ. થઈ વિપ્રો કંપની પૂણેમાં નોકરી કરતી હોવાનું જાણી ખુબ જ પ્રભાવિત થયા 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28 : દાદરા નગર હવેલીના પોર્ટુગલ શાસનથી મુક્‍તિના સંદર્ભમાં દિલ્‍હીના શ્રી નિલેશ કુલકર્ણી દ્વારા અંગ્રેજીમાં લિખિત પુસ્‍તક ‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’ પુસ્‍તકનું વિમોચન આજે ઇન્‍ડિયા ઈન્‍ટરનેશનલ સેન્‍ટર, નવી દિલ્‍હી ખાતે કરવામાં આવ્‍યું હતું. આ પુસ્‍તકના વિમોચન પ્રસંગે પૂણેના વરિષ્‍ઠ સ્‍વાતંત્ર્ય સેનાની શ્રી અરવિંદ માંદોલકર મુખ્‍ય અતિથિ તરીકે અને ડો. સ્‍વપ્‍ના લીડલે વિશેષ અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
‘અપ રાઈઝિંગ ધ લીબરેશન ઓફ દાદરા નગર હવેલી’ પુસ્‍તકના લેખક શ્રી નિલેશ કુલકર્ણીએ જણાવ્‍યું હતું કે, રેલવે ટ્રેનમાં સહપ્રવાસી તરીકે તેમની મુલાકાત શ્રી અરવિંદ માનોલકર સાથે થઈ હતી અને વાતચીતમાં તેમણેદાદરા નગર હવેલીની મુક્‍તિની બાબતમાં જાણકારી પ્રાપ્ત થઈ અને માહિતીને વધુસ્ત્રોતોથી એકત્રિત કરી આ પુસ્‍તક લખ્‍યું છે. તેમણે પૂણેના સ્‍વયંસેવક અને દાદરા નગર હવેલીની મુક્‍તિ માટે ધન એકત્રિત કરવા મહાન ગાયક લતા મંગેશકર અને મહંમદ રફી દ્વારા પૂણેમાં યોજેલ સંગીત કાર્યક્રમનો વિસ્‍તારથી પુસ્‍તકમાં ઉલ્લેખ કરાયો છે. 
દાદરા નગર હવેલીને આઝાદ કરાવવામાં આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલ કામને પહેલી વખત લોકોની સામે લાવવામાં આવ્‍યા છે. પોર્ટુગીઝ શાસનના વિરુદ્ધ ઘોડા ઉપર સવાર થઈ આંદોલન કરનારી જતરુબેન ધુમનો ઉલ્લેખ કરતા પુસ્‍તકમાં જણાવ્‍યું છે કે, જતરુબેન જ્‍યાં રહે છે ત્‍યાં જઈ માહિતી એકત્ર કરી રહ્યા હતા ત્‍યારે જતરુબેનની પૌત્રી રૂચિતા ધુમ ત્‍યાં પહોંચી અંગ્રેજીમાં વાતચીત કરી પૂછ્‍યું કે તમે અમારી દાદીની માહિતી માટે આવ્‍યા છો? સડસડાટ અંગ્રેજી ભાષામાં વાતચીત કરતી આદિવાસી યુવતિ રૂચિતા ધુમ સાથે વાતચીત કરી ત્‍યારે સુખદ આヘર્ય થયું કે, રૂચિતા ધુમ એમ.બી.એ. છે અને વિપ્રો કંપની પૂણેમાં નોકરી કરી રહી છે. વિમોચન દરમિયાન મોટી સંખ્‍યામાં લોકોએ ઉપસ્‍થિત રહી વાર્તાલાપમાં પણ ભાગ લીધો હતો. આ પુસ્‍તકની હિન્‍દી આવૃત્તિ માટે પણ કામ ચાલી રહ્યું છે અને તેને સેલવાસથી પ્રકાશિત કરવાનું આયોજન હોવાનીમાહિતી પણ લેખકે આપી હતી.

Related posts

વાપી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં ભિષણ આગ લાગતા 10 ફાયર ફાયટરો આગ બુઝાવી

vartmanpravah

વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્‍ટેનર વચ્‍ચે ગંભીર અકસ્‍માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર

vartmanpravah

ગુજરાત રાજ્‍ય યોગ બોર્ડ દ્વારા વાપીમાં યોગ સંવાદ યોજાયો

vartmanpravah

લાઈસન્‍સ વિનાના વ્‍યાજખોરો હવે થશે જેલ ભેગા : શરૂઆતમાં જ સફળતા પ્રાપ્ત કરતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ગોરગામ પીએચસી સહિત તેમના હસ્‍તકના તમામ 7 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

Leave a Comment