Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવ

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

  • શ્રીમદ્‌ દેવી ભાગવત સાંભળીને દરેકના દુઃખ દૂર થાય છેઃ ભાગવતાચાર્ય મીરાબેન ભટ્ટ
  • માછી સમાજના કુલગુરૂ મહંત ગોપાલદાસજી મહારાજ સાથે દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાએ માતાજીની આરતી ઉતારી મેળવેલા આશીર્વાદ

દમણ,તા.03 : શ્રી માછી મહાજન સમાજ, દમણ દ્વારા શ્રી સત્‍યનારાયણ મંદિરમાં ગત 26 જાન્‍યુઆરીથી ચાલી રહેલી શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આજે શુક્રવારે હવન અને ભંડારા સાથે પઠન કરવામાં આવ્‍યું હતું. હવન બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેનો સેંકડો ભક્‍તોએ લ્‍હાવો લીધો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર શ્રી માછી મહાજન સમાજ, દમણ દ્વારા શ્રી સત્‍યનારાયણ મંદિર ખાતે 26 જાન્‍યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી ભગવતાચાર્ય મીરાબેન ભટ્ટ દ્વારા ભક્‍તોને શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવ્‍યું હતું. અંતિમ દિવસે ભાગવતાચાર્ય મીરાબેન ભટ્ટે કથાનું વર્ણન કરતાં જણાવ્‍યું હતું કે નવ દિવસ સુધી શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું શ્રવણકરવાથી ભક્‍તોના તમામ દુઃખ દૂર થાય છે. તેમણે કહ્યું કે વર્ષમાં ચાર નવરાત્રિ તહેવારો આવે છે, પરંતુ બે ગુપ્ત નવરાત્રિનું પોતાનું મહત્‍વ છે. મોટી વાત એ છે કે ગુપ્ત નવરાત્રિ પર હિંદુ સંસ્‍કૃતિના તમામ કાર્યો જેમ કે લગ્ન, ગ્રહ પ્રવેશ વગેરે શરૂ થાય છે. જ્‍યારે બીજી બે નવરાત્રિમાં નહીં. ગુપ્ત નવરાત્રિમાં દેવીની વાર્તામાં તમામ ઊંડા રહસ્‍યો છુપાયેલા છે. હિંદુ ધર્મના લોકોએ આનાથી જાણવું જરૂરી છે.
ભગવતાચાર્ય મીરાબેન ભટ્ટે માઁ દુર્ગાનો મહિમા જણાવ્‍યો હતો અને માઁ દુર્ગાના વિવિધ સ્‍વરૂપોનું પણ વિગતે વર્ણન કર્યું હતું. કથામાં સંગીતમય ભજનોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. ખીચોખીચ ભરેલા કથામંડપમાં ભક્‍તો ભજનના તાલે જોરદાર ઝૂમ્‍યા હતા. માતાજીના મંત્રોચ્‍ચાર, કીર્તન અને ભજનો વચ્‍ચે સમગ્ર વિસ્‍તાર ભક્‍તિ રસમાં તરબોળ થઈ ગયો હતો. શુક્રવારે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું સમાપન કરવામાં આવ્‍યુ હતું. કથાનું શ્રવણ કરી સેંકડો ભાવિકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આજે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાના સમાપન દરમિયાન માછી સમાજના કુલગુરૂ મહંત શ્રી ગોપાલદાસજી મહારાજ સહિત દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ ટંડેલ(દાદા), માછી સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી આરતી ઉતારી માઁ દુર્ગાના આશીર્વાદ લીધા હતા.

Related posts

વલસાડમાં લાંચ કેસમાં ઝડપાયેલા ફૂડ એન્‍ડ ડ્રગ ઈન્‍સ્‍પેક્‍ટરે કરેલી જામીન અરજી નામંજૂર

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા સરપંચોનું અનોખું આંદોલન: અઠવાડીયામાં રસ્‍તાનું કામ શરૂ ન કરાય તો રસ્‍તાઓ ખોદી રસ્‍તાની વચ્‍ચે કરાશે વૃક્ષારોપણ

vartmanpravah

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

vartmanpravah

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

ચીખલી તથા આસપાસના પાંચ ગામોની 31 હજારથી વધુની વસ્‍તી પરંતુ જગ્‍યાના અભાવે કચરા નિકાલની કોઈ વ્‍યવસ્‍થા નથી

vartmanpravah

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment