January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કિકરલા ખાતે બે મોટર સાયકલ સામ સામે અથડાતા થયો ગંભીર અકસ્‍માત

અકસ્‍માતમાં પતિનું સ્‍થળ પર જ કરુણ મોત જ્‍યારે પત્‍ની તથા અન્‍ય મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: વાપી તાલુકાના કરવડ પટેલ ફળિયા ખાતે રહેતા ચેતન ગુણવંતભાઈ પટેલ પોતાની મોટરસાયકલ નંબર જીજે 15 બીએ 6962 લઈ પોતાની પત્‍ની સાથે દમણ સહેલગાહે નીકળ્‍યા હતા.
પોતાની પત્‍ની સાથે દમણ ફરવા જવાના ઉત્‍સાહના અતિરેકમાં કિકરલા નાની કોરીવાડ ઉદવાડાથી પાતલીયા જતા રોડ પર વેલ્‍ડીંગ વર્કસ શોપની સામે રોડ પર સામેથી આવતી મોટરસાયકલ નંબર જીજે 15 બીએન 2755 ના ચાલક નરેશભાઈ રંગુભાઈ ગાવીત રહે.માની, ચીચપાડા, તાલુકા કપરાડાની સાથે સામસામે બંને મોટરસાયકલ અથડાતા ગંભીર અકસ્‍માત થયો હતો. અકસ્‍માતને લઈ ચેતનભાઈને પગ તથા માથામાં ગંભીર ઈજાઓ થતા એમને 108 દ્વારા પારડી કુરેશી હોસ્‍પિટલ સારવાર માટે ખસેડતા ફરજ પરના ડોક્‍ટરોએ એમને મૃત જાહેર કર્યા હતા જ્‍યારે ઈજા પામેલ પત્‍ની તથા સામેના મોટરસાયકલ ચાલક નરેશભાઈ પારડી હોસ્‍પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.

Related posts

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્‍યા મોહને પૂરઅસરગ્રસ્‍ત કાશ્‍મીરનગર-બરૂડીયાવાડની મુલાકાત લીધી

vartmanpravah

એલસીબીએ બગવાડા ટોલનાકાથી દારૂ ભરેલી એક્‍સયુવી કાર ઝડપી

vartmanpravah

બાલદેવી શાળામાં સાંસદ કલાબેન ડેલકર અને પ્રદેશના ટ્રાન્‍સપોર્ટ સેક્રેટરી એમ.ચૈતન્‍યની ઉપસ્‍થિતિમાં ઉજવાયો પ્રવેશોત્‍સવ

vartmanpravah

Leave a Comment